પૌત્રની સારવાર કરાવી પરત ફરી રહેલા માંડવીના ગઢવી પરિવારને નડ્યો અકસ્માત: એક સાથે ત્રણ અર્થી ઉઠતા ગામ હિબકે ચડયું
હળવદના ઘનાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત:પિતા-પુત્ર સહિત ત્રણના મોત
ગઢવી પરિવાર અમદાવાદથી પરત કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે એમ્બ્યુલન્સ પર કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત:ડ્રાઇવર સહિત બે ઇજાગ્રસ્ત
હળવદ ગત મોડીરાત્રીના હળવદ તાલુકાના ધનાળા ગામના પાટિયા પાસે કચ્છ અમદાવાદ હાઈવે પર એમ્બ્યુલન્સ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં કચ્છના ગઢવી પરિવારના પિતા-પુત્ર સહિત ત્રણના કરૂણ મોત નિપજ્યા છે જ્યારે એમ્બ્યુલન્સ ચાલક સહિત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હાલ મૃતકનું હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત મોડીરાત્રીના કચ્છના ગઢવી પરિવાર અમદાવાદ હોસ્પિટલે દાઝી ગયેલા યુવાનને સારવાર કરી હોસ્પિટલમાંથી રજા લઇ એમ્બ્યુલન્સ લઈ પરત કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે હળવદ નજીક ધનાળા ગામના પાટિયા નજીક એમ્બ્યુલન્સ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે જ્યારે એમ્બુલન્સ ચાલક સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદ ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા જ્યારે ત્રણ વ્યક્તિઓની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તેઓના પરિવારજનોનો સંપર્ક કરી હળવદ ખાતે બોલાવવામાં આવ્યા હતા હાલ આ બનાવની વધુ તપાસ ગીરિશદાન ગઢવી ચલાવી રહ્યા છ
મૃતકના નામ
(૧)કાનિયાભાઈ પબુભાઈ ગઢવી ઉ.૬૧ રહે,નાની ઉનડઠા-માંડવી-દાદા
(૨)વાલજીભાઈ કાનિયાભાઈ ગઢવી ઉ.૪૦ રહે,નાની ઉનડઠા-માંડવી-પિતા
(૩)વસંતભાઈ હરીભાઈ ગઢવી ઉ.૨૫ રહે, લઈઝા-મામા
ઈજાગ્રસ્તના નામ
(૧)રામભાઈ નારાયણભાઈ ગઢવી ઉ,૩૫
(૨)પિન્ટુભાઈ કાનજીભાઈ ઉ-૨૭
પવન ચક્કીના વાયરમાં સોટ સર્કિટથી દાઝી ગયેલ દીકરાને સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા
અકસ્માતમાં મૃતક વાલજીભાઈ ગઢવીના ૧૪ વર્ષના દીકરા શ્યામભાઈ પવન ચક્કીના વાયરમા થયેલ શોર્ટ સર્કિટ માં દાઝી જતાં તેને અમદાવાદ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો જેમાં વાલજીભાઈ તથા તેમના પિતા,તેમનો ભાઈ અને તેમના સાળા સાથે ગયા હતા જોકે અમદાવાદ સારવાર લીધા બાદ શ્યામ ને વધુ સારવાર માટે માંડવી રિફર કરવાનો હોય જેથી ત્યાંથી એમ્બ્યુલસ લઈ પરત કચ્છ તરફ જતા હતા ત્યારે ધનાળા ના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જોકે શ્યામભાઈ નો ચમત્કારિક બચાવ થયો છે.