રિક્ષામાં આવેલા ત્રણ નામચીન શખ્સોની શોધખોળ: હોસ્પિટલે ટોળા એકઠાં થતા તંગદીલી

જામનગરના એરફોર્સ રોડ પર સિધ્ધનાથનગરમાં રહેતા યુવાન વુલનમીલ પાસે વામ્બે આવાસ યોજનાના કવાર્ટર પાસેથી બાઇક પર પસાર થતા બે યુવાનને રિક્ષામાં આવેલા ત્રણ નામચીન શખ્સોએ આંતરી છરીથી હુમલો કરી રૂ.૨૨ હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાન પૈકી એકનું મોત નીપજતા મૃતકના સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે એકઠાં થઇ જતા તંગદીલી સર્જાય હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિધ્ધનાથનગરમાં રહેતા મનોજ હરીશભાઇ મણવર (ઉ.વ.૨૬) અને તેના મિત્ર કિશન દામજીભાઇ પરમાર (ઉ.વ.૩૦) વુલનમીલ નજીક વામ્બે આવાસ યોજનાના કવાર્ટર પાસેથી પસાર થતા હતા ત્યારે સંદિપ શીંદે, જીજ્ઞેશ અને એક અજાણ્યો શખ્સ ઘસી આવ્યા હતા. બાઇક આડે રિક્ષા ઉભી રાખી બંને યુવાનને આંતર્યા હતા. ત્રણેય શખ્સોએ મનોજ મણવર અને કિશન પરમાર પર છરીથી હુમલો કરી તેની પાસે રહેલા રૂ.૨૨ હજારની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં મનોજ મણવરના પેટમાં છરીનો ઉંડો ઘા લાગવાથી વધુ લોહી વહી જતા તેનું મોત નીપજતા ઘટના હત્યામાં પરિણ્મી હતી.

મનોજ મણવરની હત્યા થતા તેના સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઘસી જતાં તંગદીલી સર્જાય હતી. પોલીસે હત્યા કરી લૂંટ ચલાવી ફરાર ત્રણેય શખ્સોની શોધખોળ હાથધરી છે. સંદિપ શીંદે આ અગાઉ અનેક મારામારીના ગુનામાં સંડોવાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.