સી.આઈ.ડી ક્રાઇમે ત્રણેય આરોપીની પાસા દરખાસ્ત મંજુર કરી પોરબંદર, અમદાવાદ,ભુજ જેલમાં મોકલવા હુકમ કર્યો
શહેરમાં બી ડોવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં રૂ. ૧૭ કિલો ૫૦૦ ગ્રામ ગાંજોના ગુનામાં પકડાયેલા શખ્સો સામે પણ પાસા ડિટેઇનની કાર્યવાહી કરવાના નવા કાયદા મુજબ શહેર એસઓજીએ આવા ગુનાઓમાં સામેલ એક સાથે ત્રણ શખ્સોને અલગ-અલગ જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ જુના નાર્કોટિકસના ગુનામાં પકડાયેલા શખ્સો સામે એનડીપીએસ એકટમાં થયેલી જોગવાઇ મુજબ અટકાયતી પગલા લેવા સુચના અપાઇ હોઇ ત્રણ શખ્સો પરેશ ચંદુભાઇ સાગઠીયા (રહે. ઘનશ્યામનગર-૧ કોઠારીયા રોડ), અર્જુન ભરતભાઇ કામલીયા (રહે. રણુજા મંદિર પાસે કોઠારીયા રોડ) તથા નાસીર હાસમભાઇ સીરમાન (રહે. ફાતીમા મજીદ પાસે સદ્દગુરૂ પાર્ક-૬, ભગવતીપરા)ને ડિટેઇન કરી જેલહવાલે કરવા દરખાસ્ત તૈયાર કરી સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેના અધિક પોલીસ મહાનિર્દેશકને મોકલતાં તેમણે દરખાસ્ત મંજુર કરી વોરન્ટ ઇશ્ય કરતાં ત્રણેયના કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી પરેશને પોરબંદર જેલ, અર્જુનને સાબરમતિ જેલ તથા નાસીરને ભુજ જેલ ખાતે મોકલવા તજવીજ કરવામાં આવી છે.