મોટી ધાણેજની મંડળીના મંત્રી સહિત કૌભાંડી હોદેદારો ભૂગર્ભમાં
જેતપૂરનાં પેઢલા ગામના ૪.૫૦ કરોડના મગફળી કૌભાંડમાં ગઈકાલે પૂછપરછ માટે અયકાયતમાં લેવાયેલા મોટી ધાણેજ ગામની સહકારી મંડળીના ઉપપ્રમુખ અને ત્રર સભ્યોમાં જેનો સમાવેશ થાય છે. તેવા રામસિંહ ચુડાસમા, જાદવ પીઠીયા, અને ખુમાણ ઝુનઝુણીયાની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી તેમ પોલીસે જણાવ્યુંં હતુ પોતાની કૌભાંડમાં સંડોવણી નહી હોવાનો પોલીસ સમક્ષ કકકો ઘૂટયો હતો.
રૂ.૪.૫૦ કરોડની મગફળીમાં માટી અને પથ્થરોની ભેળસેળ કરવાના આ કૌભાંડની તપાસ માટે કલેકટરે છ મોની રચના કરી હતી જેના દ્વારા રેન્ડમલી ૧૪૧ ગુણીઓની ચકાસણી કરતા ૨૦ યકા માટી અને પથ્થરોની ભેળસેળ કરાયાનું પ્રાથમિક તપાસમાં જ બહાર આવી રહ્યું છે.
સેમ્પલીગની કાર્યવાહી પૂર્ણ થયાબાદ ડીવાયએસપી જે.એમ. ભરવાડ દ્વારા જયશ્રી વેર હાઉસના એક ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આજે સવારથી આ મગફળી ખરીદ કરનાર જુદા જુદા ગામના વેપારીઓને ડીવાયએસપી કચેરી ખાતે નિવેદનો માટે બોલાવાયા હતા.
આ કૌભાંડની તપાસ માટે પોલીસે પણ ત્રણ ટીમો બનાવી છે. પોલીસની આ ટીમોએ મોટી ધાણેજ ગામે પડાવ નાખ્યો છે. પોલીસ ગઈકાલે અટકાયતમાં લીધેલા મોટી ધાણેજની મંડળીના ઉપપ્રમુખ અને ત્રણ સભ્યોની ઘનિષ્ઠ પૂછપર દરમિયાન કરવામા આવી હતી. પોલીસે જણાવ્યુ કે, દરેક આરોપીઓની કોલ ડીટેઈલ મેળવી કોની કોની સંડોવણી છે તેની તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત વેર હાઉસના મેનેજર ટીલવાની ડીવાયએસપી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેની પાસેથી વાહન નોધણી રજીસ્ટર કબ્જે કરી ભેળસેળ વાળી મગફળી અંગે ઘનિષ્ઠ પૂચપરછ કરવામાં આવી હતી જયારે જેને આ કૌભાંડમાં આરોપીઓ બનાવ્યા છે તેવા મોટી ધાણેજ ગામની સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને અન્ય હોદેદારો અન્ડરગ્રાઉન્ડ થઈ જતા તમામની શોધખોળ જારી રાખવામાં આવી છે.