પટેલ પરિવારને ગામમાં રહેવું હોય તો રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી‘તી

કોટડાસાંગાણીનાં સતાપરમાં પટેલ પરિવારને ધમકી આપી ૨૫ લાખની માંગ કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી છે. સતાપરમાં કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વગર ઘરે જઈને નિલેશભાઈ વસાણીને તેમજ તેમનાં પરીવાર પાસે વિના કારણે ૬ શખ્સોએ ગામમાં શાંતીથી રહેવું હોઈ તો અમને ‚પિયા આપો તેમ કહી ધમકી આપી પ્રથમ ૨૫૦૦૦ પડાવ્યા બાદ નિર્મળ ઉર્ફે ભોલો રામ ધ્રાંગા, રાજેશ એભલ લાવડીયા, નિતીન ઉર્ફે જાંબુડો ગીરધર કુકડીયા, ધનશ્યામ અમરા જળુ, મનસુખ રામાણીએ ગામમાં ધાક જમાવવા ફરીથી તેમના ઘરે જઈને ૫૦ હજારની માંગ કરી હતી પણ આ પરિવારે રૂપિયા નહીં આપતા આ શખ્સોએ પટેલ પરિવારનાં સભ્યોને મારમારી અને ગામમાં રહેવું હોય તો હવે ૨૫ લાખ સમાધાનનાં આપવા પડશે.

તેમ કહી ઘરનાં સભ્યોને મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉપરોકત શખ્સો સામે ગત તા.૩નાં કોટડાસાંગાણી પોલીસમાં ગુનો દાખલ થયો જેના પગલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથધરી હતી. તે દરમિયાન પીએસઆઈ કે.બી.સાંખલા રાઈટર ક્રિપાલસિંહ રાણા સહિતનાં સ્ટાફે બાતમીનાં આધારે નારણકા ચોકડીએથી આરોપી રાજેશ એભલ લાવડીયા, ઘનશ્યામ અમરા જળુ અને નીર્મળ ઉર્ફેભોલો રામ ધ્રાંગાની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.