10 દિવસ પહેલા જ વૃદ્ધના ખિસ્સામાંથી 11 હજાર શેરવી લીધા હતા
શહેરમાં મુસાફરને રિક્ષામાં બેસાડી સાગરીતો સાથે મળી મુસાફરના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતિ રિક્ષા ગેગે હર મહિને રાજકોટમાં સક્રિય થાય છે. જાણે તેમને પોલીસનો કોઈ ખોફ રહ્યો જ ન હોય તેમ ગુનાને અંજામ આપી રહી છે. ત્યારે દસ દિવસ પહેલા એક વૃદ્ધને પોતાની રીક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા 11 હજાર ત્રણ શખ્સોએ શેરવી લીધા હતા. જેમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક રીક્ષા ત્રણ શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.61,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વિગતો મુજબ સેશન્સ કોર્ટ પાસેથી પ્રેમ ભોલાભાઈ સોલંકી (ઉં.વ.60, રહે.ગાયકવાડી ના છેડે)ને બેસાડી રસ્તામાં તેના ખિસ્સામાંથી રિક્ષા ગેંગે શ. 11 હજા2 તફડાવી લીધા હતા. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી આ ગુનો કરનાર ટોળકીના ત્રણ સભ્યો સંજય બધીયા ઉધરેજીયા (રહે.ભગવતી સોસાયટી મફતીયાપરા, દૂધસાગર રોડ), સુરેશ ઉર્ફે સુરી હેમાભાઈ ભોજવીયા (રહે. ઢેબર કોલોની, નારાયણનગર મફતીયાપરા) અને સુરેશ દુલાભાઈ સોલંકી (નારાયણનગર મફતીયાપરા, ઝુંપડપટ્ટીમાં)ને ઝડપી લીધા હતા.
ઝડપાયેલી ટોળકી પાસેથી રોકડા રૂા.11 હજાર અને ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા કબજે કરી હતી. પુછપરછમાં એવું ખુલ્યું હતું કે ટોળકીના સભ્યો પેસેન્જરના સ્વાંગમાં પાછળ બેસી જતાં હતા. રસ્તામાં શિકારને પેસેન્જર તરીકે બેસાડી દેવાયા બાદ ચાલક રિક્ષા સર્પાકારે ચલાવતો જેથી પાછળ બેઠેલા પેસેન્જરો એકબીજા ઉપર પડે ત્યારે શિકાર તરીકે બેસાડાયેલા પેસેન્જરના ખિસ્સામાંથી રોકડ રકમ, પર્સ કે મોબાઈલ ફોન સે2વી લેતા હતા.આરોપી સુરેશ ઉર્ફે સુરી ચોરી, લૂંટ, મારામારી સહિતના નવ ગુનામાં, જ્યારે આરોપી સુરેશ દુલાભાઈ ખુનની કોશિશ, ચોરી, જુગાર, લૂંટ સહિતના 14 ગુનામાં પકડાઈ ગયેલો છે. પાસાની હવા પણ ખાઈ ચુક્યો છે.