ઈન્ડિયન એરફોર્સના કાફલામાં જોડાવા માટે વધુ 3 રાફેલ ફાઈટર જેટ ભારત પહોંચ્યાં છે. રાજ્યના જામનગર બેઝ પર રાત્રે લગભગ 11 વાગે આ વિમાનોએ લેન્ડિંગ કર્યું હતું. ફ્રાંસથી નીકળ્યા બાદ કોઈપણ સ્થળે અટક્યા વગર ત્રણેય જેટ ભારત પહોંચ્યાં છે. માર્ગમાં યુએઈની મદદથી એમાં એર-ટુ-એર રીફ્યુલિંગ કરાવ્યું હતું. આ સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. 11 રાફેલનો કાફલો અગાઉથી જ ફ્રાંસથી આવી ચૂક્યા છે. ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ 7 રાફેલ આવી શકે છે. આ ઉપરાંત રાફેલનું ટ્રેનર વર્ઝન પણ ભારત આવશે તેમ જાણવા મળે છે.
Trending
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન