- પકડાયેલા ત્રણેય આરોપીએ જયપુરમાં લાખોની લૂંટ કર્યાની આપી કબૂલાત
- જામનગર, અમદાવાદ,પુના અને બેંગલુરુમાં અનેક ગુનાને આપ્યા અંજામ
શહેરમાં રોયલ પાર્ક સોસાયટીમાં આવેલા માતૃશ્રી બંગલામાં નોકરી કરતા નેપાળી પરિવારે માલિક ના પુત્રને બંધક બનાવી રૂપિયા 35 લાખની લૂંટમાં અંજામ આપી ફરાર થયો જતો જેને પોલીસે ગણતરીની કલાકોમાં જ લૂંટારુ દંપતીને બહુચરાજી નજીકથી પકડી પાડ્યા હતા જ્યારે આ લૂંટમાં રહેલા અન્ય ત્રણ શખ્સો ફરાર હતા તેને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ નેપાળી ગેંગે જયપુરમાં આવી જ પેટનથી એક લૂંટને અંજામ આપ્યો હતો અને ત્યાં વોન્ટેડ હતી. જેથી આ ત્રણ શખ્સોને પકડી રહેતા પોલીસે જયપુરમાં થયેલી લૂંટનો પણ ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા ત્રણ શખ્સો અગાઉ જામનગર, અમદાવાદ,પુના અને બેંગલુરુમાં અનેક ગુનાને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ અને જયપુરમાં એક જ પેર્ટનથી લૂંટ ગત તારીખ 6 જુલાઇના રોજ રાજકોટ શહેરમાં રોયલ પાર્ક સોસાયટીમાં ફરીયાદીને પોતાના મકાનમાં બંધક બનાવી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની લૂંટ કરી નેપાળી ગેંગના સભ્યો નાસી ગયા હતા.જેને પોલીસે ગણત્રીની કલાકોમાં પકડી પાડયા હતા.
જેમાં પોલીસે તપાસ કરતા તે જ પેર્ટનથી જયપુરમાં પણ 3 લાખ રૂપિયા રોકડા તથા આશરે 35 લાખ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. જે બાબતે કરણી વિહાર પોલીસ સ્ટેશન જયપુર દ્વારા લૂંટના ગુનામાં નાસતા-ફરતા ત્રણ આરોપીઓ દિનેશ નવલસિંગ વિશ્વકર્મા, રામબહાદુર ઉર્ફે આર.જે મનોબહાદુર સૌદ અને તપેન્દ્ર ભાનબહાદુર સૌદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો અનુસાર આરોપી અનિલ નેપાળીએ ટોળકીના હેરશ અને રામબહાદુર સાથે મળી પુનામાં રૂા.30 હજાર અને મંગળસુત્રની ચોરી કરી હતી. જેમાં હજુ પકડાયો નથી. આ ઉપરાંત બેંગલુરુમાં જે બંગલોમાં કામ કરતો હતો ત્યાં પત્ની ઉપરાંત હરેશ અને તેની પત્ની વગેરે સાથે મળી સોનાનું બિસ્કિટ, રૂા.55 હજાર રોકડા, ત્રણ મંગળસુત્ર, ચાર સોનાના ચેન, 7-8 વિંટી અને ફોરેન કરન્સીની ચોરી કરી હતી.
2015 અને 2016ની સાલમાં અમદાવાદમાં જે બંગલામાં નોકરી કરતો હતો ત્યાં પત્ની, હરેશ, જયાબુડા થાપા વગેરે સાથે મળી સિક્યુરીટી ગાર્ડને ભોજનમાં ઘેનની દવા ખવડાવી ચાંદીના દાગીના, રોકડ, ચાંદીની પ્લેટો અને ચાંદીના સિક્કાની લૂંટ કરી હતી. જામનગરમાં દોઢેક વર્ષ પહેલા પત્ની, હરેશ તથા પ્રકાશ નામના સાગરીતો સાથે મળી એક મકાનમાંથી રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરી હતી.