રૂ.૩૭ હજારની કિંમતના દેશી બનાવટની બે પિસ્તોલ, તમંચો અને ૧૦ જીવતા કારતુસ કબજે

મધ્યપ્રદેશના વતની અને રાજકોટમાં અવાર-નવાર શસ્ત્ર વેંચવા આવતા શસ્ત્રના સોદાગરને એક સપ્તાહ પહેલા ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ૧૧ હથિયાર સાથે ઝડપી કરાયેલી પુછપરછમાં તેને મુડી પાસેના વગડીયા ગામના ભરવાડ શખ્સને ૨ પિસ્તોલ અને એક તમંચો વેંચ્યાની કબુલાત આપતા ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ભરવાડ શખ્સની ધરપકડ કરી રૂ.૩૭૦૦૦ની કિંમતના ત્રણ હથિયાર અને જીવતા કાર્તુસ કબજે કર્યા છે.

મધ્યપ્રદેશના જાંબવા રહેતા શિવમ ઉર્ફે શિવો ઈન્દ્રસિંગ અન્નસિંગ દામોર નામના શખ્સને ગત તા.૧ માર્ચના રોજ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને દેશી બનાવટના તમંચા કબ્જે કર્યા હતા.

શિવમ ઉર્ફે શિવાને રિમાન્ડ પર મેળવી કરાયેલી પુછપરછ દરમિયાન તેણે મુળી નજીક આવેલા વગડીયા ગામે ચાની હોટલ ધરાવતા વિપુલ વેલા સાનીયા નામના ભરવાડ શખ્સને બે પિસ્તોલ અને એક તમંચો વેંચ્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી રૂ.૩૭૦૦૦ની કિંમતની બે પિસ્તોલ એક તમંચો અને ૧૦ કારતુસ કબજે કર્યા છે.

શિવમ ઉર્ફે શિવા સાથે હથિયાર વેંચવાના ગુનામાં જાંબવાના ગનવાની ગામના જીતેન્દ્રસિંગ ઉર્ફે બાબા સાહેબ નામનો શખ્સ સંડોવાયેલો હોવાનું અને તેને જામનગરના છગન ઉર્ફે સુનિલ બહાદુર ભુરીયા અને થાન નજીકના કરશન ગોવિંદ રંગપરા નામના શખ્સોને હથિયાર વેંચ્યાની કબુલાત આપતા પોલીસે ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.