યુનિવર્સિટી રોડ પર સ્પાની આડમાં ચાલતો હતો દેહવિક્રયનો ધંધો: પોલીસે ત્રણ યુવતીને છોડાવી
રાજકોટ શહેરમાં ત્રણ મહિના પહેલા નિર્મલા રોડ પર એન્જોય હેર સલુનમાં ગોરખધંધા ચાલતા હોવાનું કહી ટ્રાફીક વોર્ડન સહિત ચાર પોલીસ કર્મીએ રૂા. ૮૫ હજારનો તોડ કર્યાની ફરિયાદ નોંધવતા સખસ યુનિવર્સિટી રાડ પર સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરતા પોલીસે પકડી લીધો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી કુટણખાનુ ઝડપી લઈ ત્રણ યુવતિને સંચાલકના ચુંગલમાંથી છોડાવી છે.
બનાવ અંગેની વિગત મુજબ યુનિવર્સિટી રોડપર પંચાયત ચોક પાસે આવલે કોમ્પલેક્ષના ત્રીજા માળે આત્મીઝ સ્પા એન્ડ વેલનેસ નામના સ્પામાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની પોલીસને બાતમી મળતા ડીસીપી જોન-૨ મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ગાંધીગ્રામ ૨ યુનિ. પોલીસ મથકના પીઆઈ આર.એસ.ઠાકર, પીએસઆઈ, એમ.વી. રબારી, પી.એ.ગોહેલ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ, હરેશભાઈ, હરપાલસિહ, જેન્તીગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઈ, નિર્મળસિંહ દુર્ગા શકિત ટીમના મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન મોનાબેન સહિતના સ્ટાફે ડમી ગ્રાહકને ઉપરોકત સ્થળે મોકલી દરોડો પાડતા સરકારી કર્મચારી સોસાયટી શેરી ૩માં રહેતો અને આત્મીઝ સ્પા એન્ડ વેલનેશનું સંચાલન કરતો અશોક ધીરજલાલ વાઘેલા ઉ.૪૫ નામના શખ્સને ઝડપી લીધો હતો. સ્પાના રૂમની તલાસી લેતા બે પરપ્રાંતીય યુવતીઓ મળી આવી હતી જયારે એક રૂમમાં ડમી ગ્રાહક પાસે દેહવિક્રયના ધંધા માટે મોકલાયેલી હાલ નાના મૌવા સર્કલ પાસે રહેતી અને મુળ દિલ્હીની વતની યુવતી મળી આવી હતી. પોલીસે દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી ત્રણેય યુવતીઓને સાહેદ બનાવી સ્પાના સંચાલક અશોક વાઘેલાના ચુંગલમાંથી છોડાવી તેની સામે કૂટણખાનું ચલાવતો હોવાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે જીણવટ ભરી તપાસ કરતા અશોક વાઘેલા નામનો શખ્સ અગાઉ નિર્મળા રોડ પર એન્જોય હેર સલુન નામે ધંધો કરતો હતો.
આ જગ્યાએ ગોરખધંધા ચાલતા હોવાનું કહી અગાઉ ત્રણ મહિના પહેલા વોર્ડન અને ત્રણ પોલીસ કર્મીએ રૂા. ૮૫ હજારનો તોડ કર્યો હોવાની અગાઉ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અશોક વાઘેલાએ યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસેના કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આત્મીઝ સ્પા નામે ધંધો શરૂ કર્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ઉપરોકત સ્પાએ કુટણખાનું ચલાવતો હોવાની શંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.