જામનગર સમાચાર
જામનગર શહેર જિલ્લામાં સેલફોન ચોરી અને મોટર સાયકલ ચોરનાર ગેંગ સક્રિય થઈ છે. દિન પ્રતિદિન ચોરીના બનાવો નોંધાઈ રહ્યા છે. ત્યારે જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલ સેટેલાઈટ સોસાયટીમાંથી ૩ સેલફોન જયારે હાઈવે ટેન હોટલ બહાર પાર્ક કરેલું મોટર સાયકલની ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
સેટેલાઈટ સોસાયટીના શેરી નં. ૩ માં રહેતા સુલેમાન ખત્રી ગત તા. ૯.૧૦.૨૦૨૩ ના રોજ રાત્રિના બહાર વાગ્યાના અરસામાં પેાતાની પુત્રી સાથે ઘરની બહાર ખાટલે બેઠા હતા ત્યારે તેમના પત્નીએ બુમ પાડતા પોતે અને તેમની પુત્રી પોતાના ત્રણ સેલફોન ખાટલા ઉપર મુકી ઘરમાં ગયા હતાં, અને થોડીવાર પછી બહાર આવતાં ખાટલાં ઉપર રાખેલા ત્રણેય મોબાઈલ જોવા ન મળતાં કોઈ અજાણ્યા ચોર ત્રણેય મોબાઈલ ફોનની ચોરી કર્યા હોવાની સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હાઈવ ટેન હોટલના સિકયોરીટી ગાર્ડનું મોટર સાયકલ ચોરાયું
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર આવેલ હાઈવે ટેન હોટેલના સિકયોરીટી ગાર્ડનું મોટર સાયકલ ની ચોરી થયા હોવાનું બનાવ પંચકોશી બી. ડીવીઝન પેાલીસ મથકે નોંધાયો છે. ચેલા ગામમાં રહેતા મછાભાઈ વિરમભાઈ ગમારા ગત તા. ૩૭.૬.૨૦૨૩ ના રોજ પોતાના ઘરેથી હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર રજી. નંબર જીજે-૧૦-ડી.પી. ૦૨૭૮ લઈને હાઈવે હોટલમાં નોકરીએ આવેલ અને પોતાની મોટર સાયકલ હોટલની બહાર પાર્ક કરી હતી. અનેમધરાતે સાડા ત્રણ વચ્ચે બહાર આવીનેજોતા મોટર સાયકલ ન દેખાતા આજુબાજુમાં તપાસ કરતાં આજ દિવસ સુધી મળી ન આવતાં પંચકોષી બી ડીવીઝનમાં અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે.