ત્રણ દિવસમાં સેનાનું બીજુ સફળ સર્ચ ઓપરેશન
દક્ષિણ જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લાના કકાપોરા વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસી આવવાની સુચના પર બુધવારે સાંજે સુરક્ષાદળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરી તલાશ અભિયાન શ‚ કર્યું હતું. જેમાં લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જયારે સુરક્ષાદળો તલાશ અભિયાન કરી રહ્યા હતા તે સમયે ત્યાં છુપાયેલા આતંકીઓએ તેના પર ગોળીબાર કર્યા હતા. તેમજ ટોળાએ સુરક્ષાદળોનું અભિયાન પરથી ધ્યાન ભટકાવવા માટે તેના પર પથ્થરમારો પણ કર્યો હતો. આતંકીઓ પાસેથી ત્રણ એકે-૪૭ રાઈફલ મળી આવી હતી. આ પહેલા બુધવારે જ ઉતર કાશ્મીરના એક વિસ્તારમાં એક મુઠભેડમાં સેનાએ હિજબુલ મુઝાહિદીનના બે આતંકવાદીઓને માર્યા હતા. આ આતંકીઓની ઓળખાણ ઈન્દ્રગામ પતન નિવાસી બાસિત અહમદ મીર અને બરત સોપોરના ગુલઝાર અહમદ તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની ઉપસ્થિતિની ખુફીયા જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ િવસ્તારની ઘેરાબંધી કરી અભિયાન શ‚ કરી દીધું હતું. રાત્રીના સમયે જ તપાસ અભિયાન રોકી દેવાયું હતું પરંતુ આતંકીઓ ત્યાંથી નાસી ન જાય તે માટે સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી રાખી. ત્યારબાદ આતંકવાદીઓ દ્વારા ગોળીબારથી ફરી એકવાર મુઠભેડ શ‚ થઈ ગઈ હતી. મુઠભેડના સ્થળ પરથી બે અકે રાઈફલ, પાંચ અકે મેગેઝિન, અકે રાઈફલની ૧૨૪ ગોળીઓ, એક હથગોળો અને એક થેલો મળી આવ્યો હતો.
આ દ્વારા સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં આતંકવાદીઓ વિરુઘ્ધ બીજુ સફળ સર્ચ ઓપરેશન પાર પાડયું છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના પુલવામાં વિસ્તારમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન આતંકીઓની ઘુસપેઠની કોશિશ નાકામ કરી હતી.