રામોદ ગામની દલિત યુવતીને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને બે સાગરીતોએ મળી કારમાં અપહરણ કરી જઈ રિવોલ્વર બતાવી દુષ્કર્મ કર્યાની કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ગોંડલ તાલુકાના રાજકારણને હચમચાવી નાખે તેવો કિસ્સો ગોંડલના રામોદ ગામે બનવા પામ્યો હતો. તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને તેના બે સાગરીતોએ રામોદની દલિત યુવતીનું રિવોલ્વર બતાવી કારમાં અપહરણ કરી ગેંગરેપ કર્યાની ઘટના પ્રકાશમાં આવતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. અને ગોંડલ પંકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કોટડા સાંગાણી તાબાના રામોદ ગામે રહેતી ૧૯ વર્ષીય યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. રામોદ ગામના મહિલા સરપંચના પુત્ર અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અમિત જેન્તી પડાળીયા, તેનો મિત્ર શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડા નામના ૩ શખસો સામે સામૂહિક દૂષ્કર્મ, એટ્રોસીટી એકટ મુજબ અને જાની મારી નાખવાની ધમકી આપ્યાની કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર પંકમાં ચકચાર મચી જવા પામી હતી અને રાજકીય ભૂકંપ સર્જાયો હતો.
રામોદ ગામે રહેતી ૧૯ વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેણી ગઈકાલે બપોરના સમયે ગામ નજીક રસ્તા પર ચાલીને જતી હતી ત્યારે ગામના મહિલા સરપંચનો પુત્ર અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અમિત પડાળીયા, શાંતિ પડાળીયા અને વિપુલ શેખડા નામના ત્રણેય શખ્સો કારમાં આવતી યુવતીને બળજબરીી અપહરણ કરી લઈ ગયા હતા અને ગામની સીમમાં અમિત સહિત ત્રણેય નરાધમોએ યુવતીને રિવોલ્વર બતાવી તેના ભાઈ અને પરિવારને જાની મારી નાખવાની ધમકી આપી તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
બનાવ બાદ ત્રણેય નરાધમો યુવતીને ગામ નજીક રસ્તા પર કારમાંથી ઉતારી દઈ નાસી ગયા હતા. સમગ્ર બનાવ અંગે યુવતીએ તેના પરિવારજનોને વાત કરતા આખો પરિવાર સ્તબ્ધ ઈ ગયો હતો અને યુવતીને તાત્કાલીક સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની જાણ કોટડા સાંગાણી પોલીસ મકે કરવામાં આવતા પીએસઆઈ રૈયાણી સહિતનો પોલીસ કાફલો ગોંડલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. દલિત યુવતીની ફરિયાદ પરી રામોદ ગામના મહિલા સરપંચના પુત્ર અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અમિત પડાળીયા, શાંતિ પડાળીયા અને વિપુલ શેખડા સહિત ત્રણેય નરાધમો સામે અપહરણ, સામૂહિક દૂષ્કર્મ, એટ્રોસીટી એકટ, આર્મ્સ એકટ અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાજપના નેતા દ્વારા યુવતી પર ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવતા ગોંડલ પંકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.