રાજકોટના કુવાડવા નજીકના આણંદપરમાં રહેતા યુવાન પર તેના જ ગામના ત્રણ શખ્સોએ તેને ધોકા પાઇપ વડે માર મારતા તેને ગંભીર ઈજા પહોંચતા તત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ કુવાડવા પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જાય પ્રાથમિક પુસ્તકા જ કરવા જાણવા મળ્યું હતું કે યુવાનના પશુઓ પાડોશીની વાડીએ જતા હોવાથી તેનો ખાર રાખી લાકડી વડે માર માર્યો હતો.
બનાવની મળતી માહિતી મુજબ કુવાડવા નજીકના આણંદપરમાં રહેતા દિલીપભાઈ ગોવિંદભાઈ ગમારા (ઉ.વ.19) ગત રોજ પોતાની વાડીએ હતો ત્યારે ધસી આવેલા ગોકુલ, ભારુ અને અજીતે ઝઘડો કરી લાકડીથી હુમલો કરતાં શરીરે ઇજા પહોંચતાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતી કામ કરે છે અને હુમલો કરનાર શખ્સો અમારી વાડીએ તેમના પશુઓ ચરાવવા માટે મુકી જતા હતા, જે બાબતે દિલીપે અવારનવાર તેમને સમજાવ્યા હતા કે, તમારા ઢોરને મારી વાડીએ ના મોકલો અને મામલો વધુ વકરે નહિ તે માટે જ્ઞાતિના આગેવાનોની બેઠક બોલાવી હતી. જે પહેલા જ દિલીપ વાડીએ હતો ત્યારે ધસી ગયેલા ત્રણેય શખ્સોએ હુમલો કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ થતાં તેને ફરિયાદ પરથી ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે