જેતપૂરમાં પિતા સહિત બે પુત્રોએ યુવાનને ધોકા વડે લમધાર્યો: ત્રણેય વિરૂધ્ધ નોંધાતો ગુનો
અબતક,જેતપૂર
જેતપૂરમાં રહેતા યુવાન પર લગ્ન બાબતનો ખારૂ રાખી પિતા સહિત બે પુત્રોએ ધોકા પાઈપ વડે હુમલો કરતા યુવાનને ગંભીર ઈજા પહોચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. અને પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જેતપૂરમાં રબારીકા રોડ પર આતાનગરમાં રહેતા અનિરૂધ્ધભાઈ હકુભાઈ વાળા નામના યુવાને જેતપૂર સીટી પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગઈકાલ સાજંના તે પોતાના ઘરે હતો ત્યારે હકુભાઈ ખુમાણ અને તેના બે પુત્ર ચંદ્રેશભાઈ ખુમાણ અને વનરાજ ખુમાણએ તેના ઘરે ઘસી આવીઅને ફરિયાદીને કહ્યું કે ‘તારા પિતાએ મારી બહેનના લગ્ન કરાવી તેની જીંદગી બગાડી નાખી છે’ તેનો ખાર રાખી પિતા પુત્રોએ ફરિયાદી અનિરૂધ્ધભાઈ પર ધોકા-પાઈપ વડે તુટી પડયા હતા જેથી તેને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ મારામારીનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.