આ આધુનિક અને ઝડપી યુગની જીવન શૈલી પણ એટલી જ જટીલ બની છે. ત્યારે લોકોમાં નાની ઉંમરથી જ બીમારીનું પ્રમાણ વધવા લાગ્યુ છે. તેવા સમયે નાની વાતમાં વધુને વધુ લોકો તણાવનો ભોગ બને છે. અને તણાવથી મુક્તિ મેળવવા તેમજ તેનાંથી દૂર રહેવા યોગ અને મેડીટેશનના સહારો લ્યે છે. પરંતુ એક રીસર્ચ અનુસાર ત્રણ એવા શબ્દો છે જેનુ રટણ ૬૦ સેકેન્ડ સુધી કરવાથી સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવી શકાય છે. સંશોધકોનું કહેવું છે કે ‘ આઇ એમ એક્સાઇટેડ ’ આ ત્રણ શબ્દો ૬૦ સેકેન્ડ બોલવાથી લોકોનો તણાવ દૂર થાય છે.
૬૦ સેકેન્ડ આ ત્રણ શબ્દો અવિરત બોલ્યા બાદ તમારામાં પહેલાથી વધુ કોન્ફીડેન્સની અનુભૂતિ પણ થશે તેમજ જાણે નવી ઉર્જાનો સંચાર પણ થાય છે. આ રીસર્ચ અનુસાર ચીંતાને ઓછી કરવાની કોશિશ પણ મોટો તણાવ ઉભો કરે છે. આવી પરિસ્થિતિમાં શાંત રહેવાને બદલે પોતાની ભાવનાઓ થોડી બદલવાની કોશિશ કરવી જ‚રી રહે છે. જ્યારે ચિંતાતુર હોઇએ ત્યારે એક્સાઇટમેન્ટ વિશે વિચારીને વિચારીને બદલાવી શકાય છે. તેમજ ચિંતાને ઉત્સાહમાં તબલીબ કરવી એ સહેલી વસ્તુ છે. અને આ પ્રકારે ઉત્સાહ આપણામાં એક સકારાત્મક વલણ દાખવવાની ભૂમિકા પણ ભજવે છે. ત્યારે તમે કે તમારી આસપાસ કોઇ પણ વ્યક્તિ ચિંતાતુર દર્શાય તો અચુક આઇએમ એક્સાઇટેડએ ત્રણ મેજીક વર્કસને અવિરત ૩૦ સેકેન્ડ સુધી બોલવાનુ સુચન આપો અને તમે ચિંતાથી મુક્તિ મેળવો.