બોરાલા રેલવે ફાટક નજીક બનેલી ઘટના    

વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા    

તપાસનો ધમધમાટ

ગુજરાતમાં સિંહોની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. રહસ્યમય રોગચાળાના કારણે રાજયમાં ૨૧ જેટલા સિંહોના ટપોટપ મોત નિપજયા બાદ આજેઅમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલા બોરાલા રેલવે ફાટક પાસે એક ગુડ્સ ટ્રેનની અડફેટેઆવી જતાં ત્રણ સિંહો કપાય મર્યા હતા. આ ઘટનાના પગલે વન વિભાગના અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા. તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્થાનીક લોકો પણ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થાય તેવી માંગણી કરી રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બોરાલા ફાટક પાસે સિંહ પરિવાર રેલવે ફાટક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ધસમસતી આવેલી એક ગુડસ ટ્રેને અડફેટે લેતા ઘટના સ્થળે ત્રણ સિંહના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ગુડસ ટ્રેનની અડફેટે ત્રણ સિંહના મોત થયાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના કેવી રીતે બની તેની તલસ્પર્શી માહિતી એકત્ર કરવાની કામગીરી તથા તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે. ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા પણ એકત્ર થઈ ગયા છે. રાજયમાં ટપોટપ સિંહના મોત થઈ રહ્યાં છે ત્યારે ગુજરાત સરકાર સિંહોના મોતને અટકાવવા કોઈ પગલા ભરે તેવી માંગણી ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.