ઇન ફાઇટમાં સિંહ બાળાના મોત થયાનું પ્રાથમીક અંદાજ
ખડાધાર રેવન્યુ વિસ્તારમાં એક સિંહ બાળ મૃત હાલતમાં પડેલ છે. તુલસીશ્યામ રેન્જનો સ્ટાફ તાત્કાલીક આ સ્થળે પહોચતા એક સિંહ બાળના મૃતદેહની ચકાસણી કરેલ તથા આસપાસના વિસ્તારમાં સઘન સ્કેનીંગ કરતા અન્ય બે સિંહ બાળના પણ મૃતદેહ મળી આવેલ તેમજ મૃતદેહની બાજુમાં નિલગાય-૧નું મારણ જોવા મળેલ છે.
વેટનરી ડોકટર્સ તથા એફ.એસ.એલ. ની ટીમે આ ત્રણ મૃતદેહોના જીણવટ ભર્યા નીરીક્ષણ બાદ ખાત્રી કરેલ કે આ ત્રણ સિંહબાળો અંદાજે ૪ થી પ મહીનાની ઉમરના જણાય છે. તેમના શરીર પર માથાના ભાગે પીઠના ભાગે અને પેટના ભાગે રાક્ષસી દાંતો (કેનાઇન ટીથ) ના ઉડા ઘા ના નિશાન સ્પષ્ટપણે જોવા મળેલ, આ જ વિસ્તારમાંથી અન્ય સિંહો વચ્ચે ઇનફાઇટ થયા હોવાના ચિન્હો જેવા કે જમીન પરના ઢસરડા તથા મોટી સંખ્યામાં સિંહોના પગ માર્કસ પણ જોવા મળેલ. આથ આ સિંહ બાળો આ મૃત્યુ સિંહો દ્વારા ઇનફાઇટ દરમ્યાન થયા હોવાનું પ્રાથમીક દ્રષ્ટિમાં જણાય છે.આ ત્રણ મૃતદેહોને પેનલ પી.એમ. માટે તુલસીશ્યામ રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, ખાંભા મુકામે પેનલ પી.એમ. માટે લાવવામાં આવેલ બાદમાં પી.એમ. ની કાર્યવાહી બે વેટનરી ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવેલ છે.