હુમલો કરનાર આતંકી સીસીટીવી કેમેરામાં કેદ: પંજાબમાં હાઇએલર્ટ
પંજાબના અમૃતસરમાં આતંકીઓનો ફરી પગ પેસારો થયો છે. બે બુકાનીધારી આતંકીઓએ નિરંકારી સત્સંગ પર ગ્રેનાઈડથી હુમલો કર્યો હતો. જેમાં ૩ના મોત થયા છે. જયારે ૧૯થી વધુ લોકો ઘાયલ થયા છે.
મહત્વનું છે કે નિરંકારી સત્સંગ પ્રાર્થના સભાગારમાં ૨૦૦થી વધુ લોકો હાજર હતા સીખ સમુય પર થયેલો આ હુમલો અગાઉ ૧૯૭૦માં પણ થયો હતો જેમાં નિરંકારી ચીફ ગુરૂબચન સિંઘનું નિધન થયું હતુ અને આ હુમલો ખાલીસ્તાન આંદોલન દરમિયાન કરવામાં આવ્યો હતો.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ હુમલાની નિંદા કરતા જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી તેમણે ગૃહસચિવ ડીજીપી અને ડીજીને તપાસની દેખરેખ માટે રાજા સાંસી જવાનું પણ જણાવ્યું.
પોલીસે આ ઘટના બાદ ભવનને સીલ કરી દીધું અને રાજયમાં અન્ય નિરંકારી ભવનો પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. સંત નિરંકારી એક આધ્યાત્મિક સંગઠન છે.
ઉલ્લેખનીય છે કે એક ગુપ્ત જાણકારી પ્રમાણે એવો દાવો કરવામાં આવ્યો છે કે જૈસ એ મોહમ્મદના છ થી સાત આતંકવાદીઓનો સમુહ રાજયમાં ખાસ કરીને ફિરોજપુરમાં મૌજુદ છે આ સૂચના બાદ પંજાબમાં હાઈએલર્ટ કરી દેવામાં આવ્યું છે.