ખેતરમાં કામ કરતા હતા ત્યારે વીજળી કાળ બની ત્રાટકી: નાના એવા ગામમાં શોકનો માહોલ
પ્રિમોનશુન એકટીવીટીના પ્રારંભ સાથે રાજ્યભરમાં છુટા છવાયા ગાજવીજ સાથે વરસાદ પડે છે. ત્યારે લિંબડી તાલુકાના કટારીયા ગામે ખેતરમાં કામ કરી રહેલા મહિલા અને િ5તા-પુત્ર પર વિજળી ત્રાટકતા મોત નિપજ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ છે.
વીજળી પડવાની ઘટનાઓ રોજ-બ-રોજ સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પરિવાર ખેતરમાં કામ કરી રહેલ મજુરના ઉપર એકાએક વીજળી આફત બની અને ત્રાટક કતાં ખેતરમાં મજૂરી કામ કરી રહેલા ત્રણ મજુરોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા છે જ્યારે આ અંગેની જાણકારી મળતાની સાથે લીમડી મામલતદાર તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળ ઉપર પહોંચી અને ત્રણે ડેડ બોડીને લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
નાના એવા કટારિયા ગામ માં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે જ્યારે છેલ્લા પંદર દિવસમાં પાંચ વ્યક્તિઓના વીજળી પડવા ભોગ લેવાયા છે ત્યારે હાલમાં મજૂરોમાં પણશોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ક્યારે વીજળી પડતાં હાલમાં ત્રણના મોત નીપજયા છે ત્યારે જેમાં એક મહિલા અને બે પુરુષોના મોત થયા છે ત્યારે મૃતકોમાં અક્ષય ભાઈ હરેશભાઇ બાંધણીયા ઉંમર વર્ષ 27 તેમજ હરેશભાઈ છગનભાઈ બાંધણીયા અને હેતલબેન કલ્પેશભાઈ મેણીયા સહિત ત્રણના મોત નીપજયા છે