રાજસ્થાન માતાજીના દર્શન કરી રાજકોટ પરત આવતા પરિવારની કારને નડયો જીવલેણ અકસ્માત
અકસ્માતના કારણે વહેલી સવારે હાઇવૈ પર ટ્રાફિક જામ થયો: એકની હાલત ગંભીર
અમદાવાદ નેશનલ હાઇ-વે પર લીંબડી નજીક સતત ત્રીજા દિવસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કારણે રંકતરંજીત બન્યો છે. રાજસ્થાન માતાજીના દર્શન કરીને રાજકોટ પરત આવી રહેલા પરિવારની ઇક્કો કાર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બંધ ઉભેલા ટ્રક પાછળ અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં દંપત્તી સહિત ત્રણના મોત નીપજ્યા છે અને એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કારયા છે. અકસ્માતના કારણે વહેલી સવારે રાષ્ટર્રીય ધોરી માર્ગ પર ટ્રાફિક જામ થઇ જતા પોલીસે ક્રેઇનની મદદથી ભાંગીને ભુકો થયેલી ઇક્કો કારને દુર ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના વતની અને વર્ષોથી રાજકોટમાં સ્થાયી થઇ કેટરસનું કામ કરતા પરિવાર ગોગુદા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. ગઇકાલે રાજસ્થાનથી ઇક્કો કારમાં રાજકોટ પરત આવી રહ્યા હતા ત્યારે વહેલી સવારે ચાર વાગે ઇક્કો કાર લીંબડી નજીક પહોચી ત્યારે રસ્તા પર બંધ ઉકેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના બનાવની જાણ લીંબડી અને પાણસીણા 108ને કરવામાં આવતા 108ના પાયલોટ અગરસિંહ પરમાર અને વિરભદ્રસિહ ઝાલાલઘટના સ્થળે પહોચી ગયા હતા. ઇક્કો કારમાં બેઠેલા કિશનલાલ બનવારીલાલ મહેતા અને ઇન્દ્રસિંહ રુપસિંહ ચુડાવત ગંભીર રીતે ઘવાતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે કેશરકુંવરબેન ઇન્દ્રસિંહ ચુડાવત અને પ્રકાશભાઇ લહેરીલાલ રાજયગુરુને બેભાન હાલતમાં સારવાર માટે લીંબડીથી અમદાવાદ લઇ જવાતા હતા.
એમ્બ્યુલશન બગોતરા પહોચી ત્યારે કેશુરકુવરબેન ચુડાવતનું મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માતમાં દંપત્તી સહિત ત્રણના મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.અકસ્માતના કારણે ઇક્કો કાર ભાંગીને ભુકો થઇ ગયો હતો. નેશનલ હાઇ-વે પર ટ્રાફિક જામ થતા લીંબડી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
લીંબડી એમ્બ્યુલન્સના ચાલકે પ્રમાણિકતા દાખવી
રાજસ્થાનથી રાજકોટ આવતી ઇક્કો કાર લીંબડી પાસે બંધ ઉભેલા ટ્રક પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે બેના મોત નીપજ્યા છે. અને બેને વધુ સારવાર માટે લીંબડીથી હોસ્પિટલની એમ્બ્યુલશન્સ અમદાવાદ લઇ જતા હતા ત્યારે બગોદરા પાસે ગંભીર રીતે ઘવાયેલા કેશુરકુવરબેન ઇન્દ્રસિંહ ચુડાવતનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાએ સોનાનું મંગલસુત્ર અને સોનાની વીટી સહિતના ઘરેણા પહેર્યા હતા તે એમ્બ્યુલન્શના ચાલક લાલાભાઇ સોલંકીએ સહિસલામત રીતે મૃતકના પરિવારને સોપી પ્રમાણિકતા દાખવી છે.