અમદાવાદ-વિરમ ગામ હાઈવે પર સોકલી ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકી ત્રીપલ સ્વારી બાઈકને ઠોકરે ચડાવતા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા એક યુવાનને ગંભીર ઈજા થતાસારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગેની વિગત મુજબ સુરેન્દ્રનગરનાં જયોતીપુરા ગામે રહેતો મેહુલ દેવશીભાઈ ગંગાડીયા, મેલા દેવશીભાઈ ઝાપડીયા અને કલ્યાણપૂર ગામે રહેતો રાહુલ દશરથભાઈ સહિતના ત્રણેય યુવાનો આજે સવારે ત્રીપલ સ્વારી બાઈક પર વિરમગામ હાઈવે પર આવેલી કંપનીમાં નોકરી ઉપર જતા હતા ત્યારે મોકલી ગામ પાસે પહોચતા અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા મેહુલ અને મેળા નામના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જયારે રાહુલ શરથભાઈ નામના યુવાનને શરીરે ગંભીર ઈજા થતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ વિરમગામ રૂરલ પોલીસને કરવામાં આવતા એએસઆઈ નરપતસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ, ધીરૂભાઈ, હરપાલસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.