એકનું ઘટના સ્થળે તેમજ અન્ય બેના સારવાર દરમિયાન મોત: ૨૦ લોકો ઈજાગ્રસ્ત
રાજુલા નજીક વિકટર ગામ પાસે બોલેરો જીપનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ બે વ્યકિતને ગંભીર ઈજા પહોચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં તે બે વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ ઉપરાંત ૨૦ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવાના તાપરી ગામેથી ૩૦ જેટલી મહિલાઓ અને ૩ પુ‚ષો ડેડાણ નજીક આવેલા આશ્રમમાં વૃક્ષારોપણ કરવા માટે બોલેરો જીપમાં જઈ રહ્યા હતા. ત્યારે વિકટર પાસે અચાનક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતા બોલેરો જીપે બે થી ત્રણ વાર પલ્ટી મારી હતી અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ જયારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે મહુવા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન આ બે વ્યકિતઓનાં મોત નિપજયા હતા અકસ્માતમાં ૨૦ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી જે તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકમાંક લીલીબેન વેલજીભાઈ બાલધીયા ઉ.૩૮ તથા રાણુબેન રાઘવભાઈ વાઘેલા ઉ.૪૦ નો સમાવેશ થાય છે. જયારે અન્ય એકનું પણ મોત નિપજતા કુલ ત્રણના મોત થયા હતા.અકસ્માત થતા હાઈવે પર ટ્રાફીક જામ સર્જાયો હતો ૩૦ મીનીટ જેટલા સમય માટે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો આ બનાવ બનતા રાજુલાની ૧૦૮, વીજપડીની ૧૦૮ તેમજ સેવાભાવી યોગેશ કાનાબારની ૨ એમ્બ્યુલન્સ સહિત કુલ ૬ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ઘાયલ તથા મૃતકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.