આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનના ટાઇગરને ઘેરી લેવામાં સેનાને સફળતા: એન્કાઉન્ટરમાં એક સ્થાનીક નાગરીકને ગંભીર ઇજા
જમ્મુ-કાશ્મીરના પુલવામાં વધુ એક આતંકી હુમલાના એક જવાન શહીદ થયો હતો તો ત્રણ આતંકીઓને સેનાએ ઠાર માર્યા છે. તેમજ આ ઓપરેશન હજુ ચાલુ છે. આતંકીઓ સાથેની મુઠભેડમાં એક સ્થાનિક નાગરીકને પણ ગંભીર ઇજા પહોંચી છે.
આતંકવાડી સંગઠન હિઝબુલ મુઝાહિદીનના મહત્વનો એક આતંકી ટાઇગર પુલવામાં નજીક એક ગામમાં છુપાયો હોવાની બાતમીના આધારે ભારતીય સૈન્યએ સચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં જીલ્લાના અલગર કાંડી વિસ્તારમાં આતકવાદીઓ છુપાવાની સૈન્યને બાતમી મળી હતી અને આ પહેલા સેનાને ગાન્દરબલમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી પછી સૈન્યએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં જૈસએ મોહમ્મદ સાથે સંકળાયેલા ત્રણ આતંકીઓ માર્યા ગયાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન પુલવામાં નજીક હિઝબુલ મુઝાહિદીનનો સમીર ટાઇગર ધેરાઇ ગયો હતો અને છેક મોડી રાત સુધી સૈન્યની આતંકવાદીઓ વિરુઘ્ધની લડાઇ ચાલુ રહી હતી. હિઝબુલ મુઝાહિદીનનો આતંકી ટાઇગર પકડમાં આવી જતાં ભારતીય સેનાને મહત્વની સફળતા મળી છે.
આતંકી ટાઇગર વોન્ટેડ લીસ્ટમાં છે આ સિવાયના બે આતંકીઓ પણ પુલવામાં નજીક છુપાયા છે. આતંકવાદીઓએ સુરક્ષા ોક્ષબળો પર અંધાધૂધ ગોળીબાર કર્યા બાદ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઉપરાંત હજુ બીજી નવેમ્બરે જ પુલવામાં જીલ્લાના પામપોરના સામબુરા વિસ્તારમાં આતંકીઓ સાથે મુઠભેડ થઇ હતી. જેમાં બે ભારતીય જવાનોએ શહાદત વહોરી હતી અને એક સીઆરપીએફ જવાનને ગંભીર ઇજા પહોંચી હતી.