ગેરકાયદે શેરસટ્ટામાં સરકારને રૂ.૮૦ કરોડનું નુકશાન પહોંચાડયું’તુ
શહેરના ગેલેકસી હોટલ સામે આવેલા મારૂતિનંદન કોમ્પ્લેક્ષમાં વર્ષ ૨૦૧૨માં ગેરકાયદે શેરના ડબા ટ્રેડીંગમાં સોદા કરી સરકારને કરોડોનું નુકશાન પહોંચાડવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે નામચીન બુકી સહિત ત્રણ શખ્સોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
વધુમાં શહેરની ગેલેકસી હોટલ સામે આવેલા મારૂતી નંદન કોમ્પલેક્ષના ચોા માળે આવેલી ઓફીસ ગેરકાયદે શેરનું ડબા ટ્રેડીંગ ચાલતું હોવાની પોલીસે દરોડો પાડી સટોડીયા રાકેશ ધીરજલાલ પોપટ અબ્બાસ રમજા પેટીવાલા અને શ્યામ જગદીશ ઠક્કરે ગેરકાયદે શેરના સોદાઓી રૂ.૮૦ કરોડનું નુકશાન કર્યાની ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસે તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરાતા આરોપીઓ સામેનો કેસ અદાલતમાં ચાલવા પર આવતા આરોપીઓ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત અદાલતમાં હાજર યેલા અને પોતે નિર્દોષ હોવાનું કન કરતા અદાલત દ્વારા કેસ કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ હતી.
પોસીકયુસન તરફે આરોપીઓ સામેનો કેસ પુરવાર કરવા ફરિયાદ સહિત ૧૨ સાહેદો ૩૧ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા જે દસ્તાવેજી પુરાવાઓમાં આરોપીઓના મોબાઈલ કોલની ડીટેઈલ તેમજ એફ.એસ.એલ. ગાંધીનગર તરફી આરોપીઓ તા બોગસ ગ્રાહકો વચ્ચે યેલી વાતચીતની ઓડીયો રેકોર્ડીંગ તેમજ આરોપીઓ તા ગ્રાહકોના ખાતાના ઉતારાઓ અને કોડ નેમ (ટૂંકા નામો) સહિતની વિગતો રજૂ કરી સજા અને દંડ કરવા રજૂઆત કરી હતી.
બન્ને પક્ષકારોની દલીલો અને રજૂ યેલા ચુકાદાઓ ધ્યાને લીધા બાદ એડી. સેશન્સ જજ પી.કે.સતીષકુમારે પ્રોસીકયુશન પોતાનો કેસ સાબીત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડેલા છે જેી તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલો હતો.
આ કામમાં તમામ આરોપીઓ વતી જાણીતા યુવા ધારાશાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ રોકાયેલ હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com