કચ્છ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોરબી ખાતે કાર્યક્રમમાં બુથની લીડ પ્રમાણે ગ્રાન્ટની ફાળવણીની જાહેરાતથી ગુનો નોંધાયો તો
ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય કાંન્તી અમૃતીયા અને મનોજ પનારાને નીચેની કોર્ટે સજા ફટકારતા સેસન્સમાં સજા માફીની દાદ માંગી તી
સંસદીય ચુંટણીમાં મતદારોને લાલચ આપી મતદાન કરવાનું પ્રલોભન આપવાના ગુનામાં પકડાયેલ અને સજા પામેલ ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ નિમાબેન આચાર્ય પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા તથા મનોજભાઇ પનારાએ સજાના હુકમ સામે કરેલ અપીલનો કેસ આજે ચાલી જતાં મોરબીની સેસન્સ અદાલતે ઉપરોકત ત્રણેય આરોપીઓનો નિર્દોષ કરાવી છોડી મુકવાનો હુકમ કરીને નીચેની કોર્ટ દ્વારા થયેલ સજાના હુકમને રદ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા વિરુઘ્ધ ગત તા. 8-3-09 નો રોજ મોરબી શહેર ભાજપ, ભાજપ યુવા મોરચો અને મહિલા મોરચાના સંયુકત ઉપક્રમે નુતન મતદાર સમારોહનું મોરબીમાં આયોજન કરવામાં આવેલ હતું.
આ સમારંભમાં સંસદીય ઉમેદવારને વધુને વધુ મતોથી મતદાન થાય તેવા પ્રથમ બુથને રૂ. પ લાખ બીજા બુથને રૂ. બે લાખ અને 3જા બુથને રૂ. 1.51 લાખ સંસદસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવણી કરવા ડો. નિમાબેન આચાર્યએ વચન આપી જાહેરાત કરી હતી.
આ કામે કાંતિલાલ અમૃતિયાએ આચાર સંહિતાનો ભંગ કરી પોતાના વકતવ્યમાં મત વિસ્તારમાં વધુને વધુે લીડ આપીશે તે વિસ્તારમાં સંગઠનની રૂ. 1.51 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી અને મનોજ પનારાએ આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું.
આ બનાવ અંગે મદદનીશ ચુંટણી અધિકારી એ.જે. પટેલે મોરબી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં કલમ 171 (બ) 188, અને 114 મુજબનું ચાર્જશીટ કોર્ટમાં રજુ થયેલ તે ગુનાના કામે કેસ ચાલી જતાં તા.1ર ફેબ્રુઆરી 2018ના રોજ એડી. એફ ત્રણેય આરોપીને તકસીરવાન ઠરતા એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ ફટકારેલ હતો.
આ હુકમથી નાશી જ થઇને આરોપીઓએ સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ ચાલી જતાં એડી સેસ. જજ એસ.કે. ઉપાઘ્યાયને ત્રણેય આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકાવાનો હુકમ કર્યો હતો અને નીચેની કોર્ટનો ચુકાદો રદ કર્યો હતો.
આ કામમાં નિમાબેન વતી રાજકોટના એડવોકેટ અનિલભાઇ દેસાઇ રોકાયા હતા. કાંતિભાઇ અમૃતિયા વતી લલીતસિંહ શાહી, સી.એમ. દક્ષિણી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, હિતેષ ગોહિલ વિગેરે રોકાયા હતા. જયારે આરોપી મનોજ પનારા, વીતી મોરબીના એડવોકેટ રોકાયેલ હતા.