ભાવનગર ખાતે મકાનમાંથી ચલણીનોટ છાપકામનું કારખાનું પકડાયું હતું: ત્રણનો છૂટકારો
ભાવનગરના ભરતનગર ખાતે જીએમડીસી ક્વાર્ટરમાંથી જાલીનોટ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. આ કેસમાં ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત સાત શખ્સો સામે કોર્ટમાં કેસ ચાલી જતાં પુરાવા ધ્યાને લઈ સ્વામી સહિત ચાર શખ્સોને કોર્ટે કસુરવાર ઠેરવી મુખ્ય આરોપીને આજીવન અને સ્વામી સહિત ત્રણને ૧૦ વર્ષની સજા ફટકારી હતી.
શહેરના ભરતનગર જીએમડીસી નવા ક્વાર્ટર પાસે એસઓજીએ રેડ કરી ભૂપત ઝાપડીયા, મહેન્દ્રસિંહ ગોહિલ, કાવા મેર, લક્ષ્મણ ગોહિલ તથા રાજુ ડોડીયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે ભૂપત પોપટ ઝાપડીયાના ઘોઘાજકાતનાતા શિવાજી સર્કલ ૨૫ વારીયા બ્લોક નં.૨ના મકાનમાંથી બનાવટી નોટો બનાવવાના ઉપયોગ લેવાયેલા કોમ્યુટર સિસ્ટમ, બ્લેડ, સકેલ, રિફીલ, પ્રિન્ટીંગ પેપર વગેરે મુદ્દામાલ કજે કરી અને તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
કરતાં મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો, રાજુ ડોડીયા તથા ચંદુ અમરસિંગ સિંગાળાએ ઢસા સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વામી અક્ષરપ્રસાદદાસજી ગુરૂસ્વામી ધર્મવિહારીદાસજી મુળ નામ અરવિંદભાઈ પોપટભાઈ સાવલીયા (ઉ.વ.૪૮) રહે. સ્વામીનારાયણ મંદિર ઢસા જંકશન ધંધો સેવા પુજાવાળાને બતાવવા ગયેલા અને કાવાભાઈ તથા લક્ષ્મણભાઈએ વાત કરેલી ત્યારબાદ રૂ.૩ લાખની બનાવટી ચલણી નોટો લઈ ઢસા ગામમાં સ્વામીનારાયણ મંદિરે ગયેલા જ્યાં સ્વામીને ત્રણ લાખની બનાવટી ચલણી નોટો રૂ.૫૦૦ના દરના ૬ બંડલો આપેલા તેના બદલામાં સ્વામીએ રૂા.દોઢ લાખ મંગાવી ચંદુ સીંગાળાને આપેલા. ત્યારબાદ બીજા દિવસે સ્વામીએ ફોન કરી ચંદુભાઈને બોલાવી રૂપિયા પાછા લઈ જવા જણાવેલું જ્યાં રાજુભાઈ તથા ચંદુભાઈ ઢસા ગયેલા અને ત્યાંથી સ્વામીએ રૂ.બે લાખ પાછા આપેલા અને ૧ લાખ પોતાની પાસે રાખી બાદમાં મદિરના રસોડાના ચુલામાં બાળી નાશ કરી દીધેલી હતી.
આમ સાતેય આરોપીઓ વિરૂદ્ધ અર્થ તંત્રને ખોરવી નાખવા માટે નકલી નોટો બનાવી પુરાવાના નાશ કરવાના સહિતના ગુનાનો કેસમા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો અને પુરાવા ધ્યાને લઈ મુખ્ય આરોપી ભૂપત પોપટભાઈ ઝાપડીયાને આજીવન કેદ તથા સ્વામી અક્ષરપ્રસાદદાસજી , મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જીતુભા ગોહિલ અને કાવાભાઈ મેપાભાઈ મેર સહિત ત્રણને ૧૦ વર્ષની જા ફટકારી હતી.