ડેમમાં માછલીને મમરા નાખ્યું વેળાએ યુવતીનો પગ લપસ્યો તેને બચાવવા જતાં ચાર ડૂબ્યા : એકનો બચાવ

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ ઉતરાયણના દિવસે એક કરુણ બનાવ બન્યો હતો.જેમા ડેમ નજીક એક યુવતી માછલને મમરા નાખતી હતી ત્યારે અકસ્માતે તેનો પગ લપસતાં તેણી ડેમમાં ખાબકી હતી.જેને બચાવવા જતાં ચાર યુવાનો પણ ડૂબ્યા હતા.જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો.અને ત્રણના મોત નીપજ્યા હતા બનાવની જાણ થતાં જ પોલીસ ,ફાયર સહિતની અનેક ટીમો ઘટના સ્થળે દોડી જઇ વધુ કાર્યવાહી હાથધરી હતી.

વિગતો અનુસાર માળિયાના ભાખરવડ ડેમ ખાતે હેતલબેન રમેશગીરી મેઘનાથી 21 (રહે.થલી, કેશોદ) ગઈકાલે ડેમ પાસે હતી, ત્યારે અચાનક પગ લપસી પડતા તેવી પાણીમાં ગરકાવ થયેલ તેને બચાવવા માટે ત્યાં ગાજર દિનેશપુરી કાળુપરી ગૌસ્વામી 322 રહે.બુધેચા, જીતેન્દ્રગીરી રમેાગીરી મેઘનાથી 9,1985ની) અને ચેતનપરી કાળુપરી ગૌસ્વામી 9.25 ત્રણેય વારસરતી પાણીમાં કુદકો માર્યો હતો, અને ચારેય ડૂબ્યા હતા.આ અંગેની જાણ થતા લોકો એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ કરતા હેતલબેન, દિનેશપરી, અને જીતેન્દ્રગીરી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા, જયારે ચેતનપરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મકરસંક્રાતિના તહેવારમાં ભાઈ-બહેન સહિત ચાર સભ્યો ડૂબતા સમગ્ર પંથકમાં અરેરાતી વ્યાપી છે. ત્યારે આ ઘટનાને લઇ સાંસદ , ધારાસભ્ય , મામલતદાર, પીએસઆઇ તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. મૃત્યુ પામેલ ત્રણે વ્યક્તિઓના મૃતદેહનું પોસ્ટમોર્ટ કરી વધુ તપાસ હાથધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.