રાજુલા પંથકમાં બાર દિવસમાં એક દિવસ વરાપ રહી એમાં પણ સૂર્ય દર્શન તો થયા નથી. આજે વહેલી સવારથી સાંજ સુધીમાં ૬૧ મિલીમીટર ત્રણ ઇંચ વરસાદ પડયો વરસાદ સાથે ઠંડો પવન અને પવનના જોશે અનેક વૃક્ષો ઝુકી ગયા બેનરો (હોડીંગ) તુટી ગયા હતા. અતિ વરસાદના કારણે જગતાતની ચિંતાઓ વધારી દીધી છે. રાજુલા પંથકના મોટાભાગના પાકને નુકશાન થવા પામેલ છે. ખેતરોમાં પાણી ફરી વળેલ છે.

ઠેર ઠેર ખાબોચીયા ભરાતા રોગચાળો ફેલાવાનો ભય છે. દિવસમાં અડધી કલાકના વિરામ બાદ ઝરમર વરસાદ ફરી શરુ થઇ જાય છે. લોકોના અનેક કાર્યોમાં બાધા ઉભી થઇ છે. બહાર આવવું જવુ કંઇક લાવવું ભીંજાયા વિના થતું નથી બધા જ તહેવારોને ભીંજવી દીધા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે ત્રણ ઇંચ વરસાદ પડયા બાદ પૂન: ઝરમર વરસાદ શરુ થઇ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.