કાલાવડ તાલુકાના નિકાવા ગામે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા દોઢ કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. કાલાવડ તાલુકાના નિકાવા ગામ વીજળીના કડાકા-ભડાકા સાથે તેમજ વાવાઝોડા સાથે વરસાદ પડતા નદી, નાળા બે કાંઠે વહ્યાં હતા. હાલ મગફળી ઉપાડવાની મોસમ પુરજોશમાં ચાલુ હોય ખેડૂતોએ મગફળી ઉપાડીને ખેતરોમાં જ સુકાવા માટે રાખી હતી. તે દરમિયાન જ અચાનક વરસાદ ખાબકતા મગફળીના પાવરા તણાઈ જવા પામ્યા હતા. તેમજ પવન સાથે વધુ વરસાદ પડતા કપાસનો પાક પણ જમીનમાં ઢળી પડ્યો હતો. મગફળીના પાથરા તેમજ પાલો પલટી જતા મુંગા પશુઓનો ઘાસચારો પણ બગડી જતા ખેડૂતો તેમજ પશુપાલકો ચિંતાતુર બની ગયા હતા. મોઢામાં આવેલ કોળીયો વરસાદ પડતા છીનવાઈ જતાં ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યાં છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…