ગોંડલમાં ૩, વાંકાનેર અઢી ઈંચ, જૂનાગઢ, જસદણ, અમરેલીમાં અડધો ઈંચ વરસાદ પડયો

સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ હજુ વરસાદ ખમૈયા લેવાનું નામ લેતો નથી ત્યારે ગત મોડી રાત્રે વીંછીયા પંથકમાં ૧ જ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો હતો. સાથો સાથ વીંછીયા પંથકમાં જુદા જુદા ગામોમાં વિજળીના કડાકા ભડાકા સાથે એકથી લઈ અઢી ઈંચ વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતના પાકોને નુકશાન થવા પામ્યું છે. વરસાદી વાતાવરણ અને વીજળીના કડાકા ભડાકાને લઈ પંથકના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીનાં આયોજનો અને ગરબીઓ બંધ રહી હતી.

મળતી માહિતી મુજબ રાજકોટના વીંછીયામાં અઢી ઈંચ, વાંકાનેરમાં અઢી ઈંચ, અમરેલીમાં ૧૫ મીમી, જસદણમાં ૧૩ મીમી, જૂનાગઢમાં ૧૩ મીમી, મહુવામાં ૮ મીમી, ખંભાળીયામાં ૩ મીમી, વરસાદ ખાબકયો હતો.

રાત્રીનાં એકથી માંડી અઢી ઈંચ જેટલો વરસાદ વરસી જતા મોટાભાગના ખેતરવાડીમાં પાણી ફરી વળતા કપાસ મગફળી જેવા ઉભા પાકને ભારે નુકશાન થવાનો સંભવ ખેડુતોએ વ્યકત કર્યો હતો. ખાસ કરીને વીંછીયાને પીવા અને સિંચાઈ માટે પાણી પૂરૂ પાડતું રેવાણીયા તળાવમાં ઉપરવાસના ગામડાઓનાં વરસાદને કારણે પાણી આવતા નજીકના ખેતર વાડીઓમાં પાણી ભરાય જતા ખેડુતોના તૈયાર થઈ જવાના આરે આવેલા પાકને

નુકશાન થવાની સંભાવના ખેડુતોએ વ્યકત કરી હતી. આ ઉપરાંત વિંછીયા શહેર તેમજ તાલુકાના રેવાણીયા, દડલી, મોટી લાખાવડ ચિરોડા, છારીયા, અજમેર વગેરેમાંપાણી ભરાઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.