જામનગર પંથકમાં માફિયાગીરી દ્વારા જમીન હડપ કરવા સહિતની ગુનાખોરી સબબ નામચીન જયેશ પટેલ સહિતની ટોળકી સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં નહિ પકડાયેલા અને નાસતા ફરતા સૂત્રધાર જયેશ પટેલ સહિતના ત્રણ શખસોને સી.આર.પી.સી. 82 મુજબ ભાગેડું જાહેર કરીને સ્પેશિયલ ગુજસીટોક અદાલત દ્વારા તેમની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર પંથકમાં કુખ્યાત જયેશ પટેલ અને સાગરીતોની ગેંગ સામે બળજબરીપૂર્વક માફીયાગીરી કરી બિલ્ડરો – લોકોની કરોડોની કિંમતની જમીનો સસ્તામાં પડાવવી લેવા ધાક-ધમકી આપી હોવાની જામનગરના એએસપી દ્વારા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ મુજબ તા. 15/ 10/ 20ના રોજ ફરિયાદ દાખલ કરાઇ હતી. જાહેર થયેલ છે.
આ કામના આરોપીને પકડવાના બાકી છે તે આરોપી જયસુખભાઇ જયેશ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ જામનગર હાલ રહે. વિદેશ અને રમેશભાઇ વલ્લભભાઇ અભંગી અને ગોકલદાસ ચાંગાણી રહે. જામનગર વાળાઓ ફરાર થયેલ છે. અથવા સદરહું વોરંટ પોતાના પર બજે નહીં એટલા માટે સંતાતા ફરે છે. વિગેરે મતલબનું આરોપીને હાજર થવા સી.આર.પી.સી. કલમ-82 મુજબનું જાહેરનામુ સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ ખાતેથી તા. 12/ 07/ 2021ના રોજ પ્રસિધ્ધ કરેલું હોય જે જાહેરનામુ પ્રસિધ્ધ થયાથી દીન-30માં કોર્ટ સમક્ષ ઉપરોકત ત્રણેય આરોપીઓને હાજર થવા ફરમાવવામાં આવેલ છે.આ જાહેરનામાનો અમલ કરાવવા જામનગરના મદદનીશ પોલીસ અધિક્ષક નિલેષ પાંડેય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોર્ટ સમક્ષ ફરીયાદ આવેલ કે, આરોપી જયસુખભાઇ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ રહે. મુળ ગામ – લોઠીયા, તા.જી. જામનગર, હાલ , જામનગર હાલ – વિદેશ,સુનીલ ગોકલદાસ ચાંગાણી ઓધવરામ જામનગર, રમેશભાઇ વલ્લભભાઇ અભંગી જામનગર વાળી વ્યકિતઓએ જામનગર સિટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનો ગુન્હો – ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરીરીઝમ એકટ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટની કલમ મુજબ ગુનો કરેલો છે.
સદરહું નામની વ્યકિતઓ ઉપર કાઢવામાં આવેલ ગીરફતારી વોરંટ એવા શેરા સહિત પાછો આવેલ છે કે,આરોપી જયસુખભાઇ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ, આરોપી સુનીલ ગોકલદાસ ચાંગાણી,આરોપી રમેશભાઇ વલ્લભભાઇ અભંગી મળી આવતા નથી અને તેને આધારે મને ખાતરી કરાવી આપવામાં આવેલ છે કે, સદરહું નામની વ્યકિતઓ ભાગી ગયેલ છે. (અથવા તો સદર વોરંટની બજવણી અટકાવવા માટે તેણે પોતાની જાતને છુપાવી દીધેલ છે.તેથી આ જાહેરનામુ બહાર પાડીને એવો આદેશ કરવામાં આવે છે કે,]
આરોપી નં. 1 જયસુખભાઇ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ, રહે. મુળ ગામ – લોઠીયા, તા.જી. જામનગર હાલ રહે. 64-સરદારનગર, ધનેશ્વરી એપાર્ટમેન્ટ, બ્લોક નં. 4014, જામનગર (હાલ વિદેશ), આરોપી નં. 2 સુનીલ ગોકલદાસ ચાંગાણી રહે. અમૃત બેંકની કોલોની, ઓધવરામ એપાર્ટમેન્ટ પાસે, જામનગર, આરોપી નં. 3 રમેશભાઇ વલ્લભભાઇ અભંગી રહે. પ્લોટ નં. 82/83 કેવલીયા વાડી – 1 એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, જામનગર ત્રણેયે સદર ફરીયાદનો જવાબ આપવા માટે આ કોર્ટ સમક્ષ તા. 12 ઓગસ્ટ 2021ના રોજ હાજર થવા સ્પે. જજ ઉત્કર્ષ દેસાઇએ હુકમ કરેલ છે. આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયા છે.