સેલવાસના સાયલી વિસ્તારની ઘટના દમણગંગા નહેરમાં નાહવા પડેલા ત્રણ મિત્રો ડૂબ્યા, 2 નો બચાવ , 1 નું મોત
સેલવાસના સાયલી વિસ્તારની નજીકની કેનાલમાં ગરમીથી બચવા અને નહાવા માટે 3 મિત્રો પડેલા હતા અને સાવધાની રાખ્યા વીના પાણી માં ઉતરતા મોટી ઘટના બની હતી. ત્રણ મિત્રો ડૂબવા લાગેલ હતા જેની જાણ કરતાં પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહ શોધવા કામગીરી હાથ ધરી છે
મૃતક યુવક પારસ વિનોદ પરમાર સેલવાસ ના આમલી નો રહેવાસી છે ઉમર આસરે 28 વર્ષ તથા શૈલી પારસ પરમારની સાથે બીજા બે મિત્ર ત્યાં સન સિટીમાં રહે છે ગરમી ને કારણે મિત્રો નહાવા નહેર પર આવ્યા હતા.
પારસના પિતા રાજકોટમાં કન્સ્ટ્રક્શન કામ કરે છે અને આ ઘટનાની જાણ થતાં અકસ્માતના સ્થળે પહોચ્યા હતા પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી, કાર્યવાહી હાથ ધરી છે
સાયલી પોલીસ એ.એસ.આઈ. નરપતસિંહ દોડીયા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો છે.