ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નહીં લડે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે ભાજપ પોતાના ઉમેદવારોનું ગમે ત્યારે એલાન કરી શકે છે આવી નિર્ણાયક સ્થિતિમાં ભાજપની પૂર્વ સરકારના ટોચના નેતાઓ પોતાની ટિકિટ કપાય તે પહેલા જ જાહેરાત કરી છે કે તેઓ ચૂંટણી નહીં લડે.
ભાજપા દ્વારા નો રિપીટ થિયરી એટલે કે જૂના ઉમેદવારોને ફરીથી ટિકિટ ના આપવાની એક કાર્ય પ્રણાલી શરૂ થઈ છે જેના લીધે જૂના નેતાઓ તેમજ બે કે ત્રણ ટર્મથી ચૂંટણી જીતી રહેલા ધારાસભ્યો ની ટિકિટ કપાવાની પ્રબળ સંભાવના છે
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નહીં લડે ચૂંટણી
વિજયભાઈ રૂપાણી હાલ પંજાબના પ્રભારી તરીકે નિમણૂક પામેલા છે માટે સંભાવના હતી કે તેઓ ચૂંટણી નહીં લડે પરંતુ આજ રોજ તેઓએ ખુદે જ જાહેરાત કરી છે કે તેઓ વિધાનસભાની ચૂંટણી નહીં લડે અને સંભાવનાઓનો અંત આવ્યો છે
પૂર્વ DyCM નીતિન પટેલ નહિ લડે ચૂંટણી
ગુજરાત ભાજપના ટોચના નેતાઓના એક નીતિન પટેલે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ આવનારી ચૂંટણી જરૂર લડશે જ. પરંતુ આજ રોજ તેઓએ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને પત્ર લખીને જાણ કરી છે કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડે
પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ગૃહ મંત્રી નહીં લડે ચૂંટણી
ભાજપના સંગઠન માટે ઉત્તર ગુજરાતમાં દબદબો ધરાવતા અને વિજયભાઈ રૂપાણી સરકારમાં ગૃહ મંત્રી તરીકે હોદ્દો ધરાવતા પ્રદીપસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરાઈ છે કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે
પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નહીં લડે ચૂંટણી
ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકાર હતી ત્યારથી જ નેતા તરીકે રહેલા તેમજ ભાજપ માટે ખૂબ જ મહેનત કરનારા નેતાઓ પૈકી એક અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે તેઓ નહીં લડે ચૂંટણી
ચૂંટણી નહીં લડનારા દરેક દિગ્ગજ દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે કે તેઓ યુવા ચહેરાઓ અને બીજા કાર્યકર્તાઓને તક આપવા માંગે છે અને હજુ પણ તેઓ ભાજપમાં જ જોડાયેલા રહેશે અને પક્ષ માટે જરૂર પડે તેવા બધા જ કાર્યો કરતા રહેશે અને વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત અપાવવા માટે સક્રિય રહેશે