પશ્ર્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે સપ્ટેમ્બરમાં રેલવે સલામતીમા ઉતમ કામગીરી માટે રાજકોટ વિભાગના ત્રણ કર્મચારીઓને સન્માનીત કર્યા હતા.
રેલવે સેફટી (સલામતી)માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ત્રણ કર્મચારીઓને વેસ્ટર્ન રેલવેનાં જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા ‘મેન ઓફ ધ મંથ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યા મુજબ હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને વેબીનાર દ્વારા એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ કર્મચારીઓને ડીઆરએમ કચેરીના કોન્ફરન્સ રૂમમાં રાજકોટ વિભાગીય રેલવે મેનેજર પરમેશ્ર્વર ફૂંકવાલ દ્વારા મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. જે કર્મચારીને એવોર્ડ મળ્યો છે. તેમાં આર.એમ. સુરાણી (ગાર્ડ મેલ), રામજી મનજી તથા રામાવધેશનો સમાવેશ થાય છે. સાવચેતી અને સાવધાની સાથે કામ કરીને આ રેલવેમેનોએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં પાર્સલ સ્પેશ્યલ ટ્રેન ખંભાળીયા-મોડપુર વચ્ચે પાર્સલ ભાગ લટકતો જોવા મળે છે અને સ્ટેશન માસ્તરને તેની તપાસ માટે જાણ કરવામાં આવે છે. રાજકોટ-બિલેશ્ર્વર વચ્ચે પાટા પર વેલ્ડ તિરાડો જોવાની માહિતી આપવી અને અમદાવાદથી રાજકોટ આવી રહેલ માલગાડીના વેગનમાં બ્રેક રોડ લટકતો જોવાની માહિતી આપવી વગેરે સામેલ છે. આ પ્રસંગે રાજકોટ મંડળના વરિષ્ઠ પરિચાલન પ્રબંધક આર.સી. મીણા, સિનિયર ડિવિઝનલ મિનેકીકલ એન્જિનીયર એલ.એન. ડાહમાં વિભાગીય ઈજનેર અંકિતકુમાર અને સહાય સુરક્ષા અધિકારી સુશીલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.