ડધરીથી ચાણોલ સ્ટેશન વચ્ચે માલગાડીના ત્રણ ડબ્બા ટ્રેક પરથી ખડી પડ્યા હતા. જો કે, ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પરંતુ રેલવે વ્યવહારને અસર થવા પામી છે. ઓખા-રાજકોટ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થવા પામી છે. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બપોરના 2 વાગ્યા સુધીમાં રેલવે વ્યવહાર ફરી યથાવત થઇ જશે.
ઘટનાને લઇને પોરબંદર-રાજકોટ લોકલ ટ્રેનને કેન્સલ કરાઇ
માલગાડીના ત્રણ ડબ્બા રેલવે ટ્રેક પરથી ખડી પડતા રેલવે વ્યવહારને અસર થઇ છે. પોરબંદર-રાજકોટ લોકલ ટ્રેનને કેન્સલ કરવામાં આવી છે. તો ઓખા-રાજકોટ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા જામનગર, દ્વારકા અને રાજકોટ તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. તેમજ જામનગર તરફ જતી ટ્રેનને રાજકોટ અને બીજા અલગ સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com