જુનાગઢ રેન્જ વડા સુભાત્ર ત્રિવેદી તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી થનાર લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૧૯ અનુસંધાને પ્રોહિબિશન તથા અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમોને અંકુશમાં લેવા પાસા તથા તડીપાર મુકી કડક કાર્યવાહી કરવા જણાવેલ જે અનુસંધાને જીલ્લાના પો.સ્ટે. દ્વારા આવા ઇસમો વિરુઘ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી ગીર સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અજય પ્રકાશને મોકલતા તેઓ તરફથી કુલ ૩ પાસા દરખાસ્તો મંજુર કરતા, એલસીબીના પોલીસ ઇન્સ. કે.જે. ચૌહાણ એ અલગ અલગ ટીમી બનાવી આ ત્રણેય ઇસમોને અટક કરવા કામગીરી હાથ ધરતા અગાઉ દારુના ગુનામાં પકડાયેલા આરોપી વિનુભાઇ રામભાઇ સોલંકી (જાતે આહીર, ઉ.વ.ર૮, રહે. ઉમ્બા વેરાવળ જીલ્લો ગીરસોમનાથ) કેતનભાઇ રમેશભાઇ ચાવડા (જાતે પ્રજાપતિ ઉ.વ.૩ર, ધંધો નોકરી રહે. રાજકોટ) તથા શરદભાઇ રામજીભાઇ બામણિયા (જાતે કોળી ઉ.વ.૩૪ રહે. કોટડા તા. કોડીનાર) વાળાને પાસા તળે અટકાયત કરી બે આરોપી ને સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે તથા એક સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ. કે. જે. ચૌહણા, એ.એસ.આઇ. લતાબેન પરમાર, મેસુરભાઇ વરુ, મેરામણભાઇ શામળા, અજીતસિંહ પરમાર, લલીતાઇ ચુડાસમા, જગદીશભાઇ મકવાણા, નરેન્દ્રભાઇ પટાટ, ઉદયસિંહ સોલંકી, ભુપેન્દ્રસિંહ ચાવડા, દેવીબેન રામ, વિરાભાઇ ચાંડેરા પરબતભાઇ સોલંકી જગતસિંહ પરમાર વિગેરે જોડાયા હતા.