રાષ્ટ્રીય પક્ષી મોરના મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે
હળવદના ટીકરગામે કબ્રસ્તાનની પાછળ સોમવારે એકાએક ઝેરી અસરથી રાષ્ટ્રીયપક્ષી બે મોરનાં મોત થયા હતા. ત્યારબાદ અન્ય એકમોરનુ મોત નીપજતા આમ ત્રણ મોરના મોતથી જીવદયા પ્રેમીઓમાં રોષ ભભકી ઉઠ્યા હતો. વનવિભાગને જાણ થતાઘટનાસ્થળે દોડીને મૃતકમોરના મૃતદેહનો કબજો લઈને ત્રણ ડોક્ટરની ટીમ દ્વારા પીએમ કરાવીને મોરના મૃતદેહ રાજકોટ એફએસએલમાં મોકલી આપ્યા હતા.
હાલ તો મોરના મોત ઝેરી અસરથી થયા હોવાની આશંકા વનવિભાગે જણાવી હતી. ટીકરગામના કબ્રસ્તાનની પાછળ સોમવારે એકાએક કોઈ અગમ્યકારણોસર રાષ્ટ્રીયપક્ષી બે મોરનાં મોત થતા જીવદયા પ્રેમીમાં અરેરાટી ફેલાઇ હતી. ત્યારબાદ અન્ય એકમોરનું પણ મોત નીપજતા કુલ ત્રણ મોરના ઝેરી અસરથી મોત થતા નાનકડા એવા ગામમા રોષ ફલાયો હતો.
આ બનાવની જાણ ગામ લોકોને થતા ઘટનાસ્થળે દોડીને વનવિભાગને જાણ કરતા તુરંત જ વનવિભાગના અધિકારીઓ અને સ્ટાફદોડી આવીને મૃતક મોરના મૃતદેહનો કબજો લઈને પીએમ માટે હળવદ પશુદવાખાને ખસેડાયા આવ્યા હતા. આ અંગે રેન્જ ફોરેસ્ટ અધિકારી ટી.એન.દઢાણીયાએ જણાવ્ કે યુ ટીકરગામે ત્રણ મોરના મોતના સમાચાર મળતા અમો ટીકર ગામે દોડીને મોરના મૃતદેહને ત્રણ ડોકટર દ્વારા પીએમ કરાવ્ હતું. યુ મૃતદેહ રાજકોટ એફએસએલમા મોકલી આપ્યા હતા. મોરના મોતનુ સાચું કારણ પીએમ રીપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે