જામનગર જતી વેળાએ વર્ના કાર ડિવાઈડર ટપીને સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ

રાજકોટના ગરાસીયા યુવાન અને બે ભરવાડ યુવકના મોતથી પરિવારમાં અરેરાટી

રાજકોટ જામનગર માર્ગપર ધ્રોલ નજીક આવેલા લયારા ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં રાજકોટ ગરાસીયા પોલીસમેન સહિત ત્રણના મોત ઘટના સ્થળે મોત નિપજયા હતા.આ બનાવની જાણ ધ્રોલ પોલીસ મથકના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઈ ઘવાયેલા બે વ્યકિતઓને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ દિલીપસિંહ ગોહિલ નામના ૩૫ વર્ષિય પોલીસમેન જી.જે.૧૦ સી.જી. ૭૫૫૯ નંબરની વર્નાકાર લઈને જામનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ધ્રોલ નજીકા જાયવા પાસે પહોચ્યા ત્યારે કાર અચાનક ડિવાઈડર ટપીને સામેથી જામનગર તરફથી આવતી જી.જે. ૧૦ સી.જી. ૭૫૧ નંબરની કાર સાથે ધડાકાભેર અથડાય હતી.

આ ગંભીર અકસ્માતમાં વર્નાકારના ચાલક રાજેન્દ્રસિંહ દિલીપસિંહ ગોહિલ અને સ્વીફકારમાં સવાર જામનગર જયેશ મેરૂભાઈ આલ અને વઢવાણના મહેશ પ્રવિણભાઈ ભટકા નામના ૩૫ વર્ષિયુવાન સહિત ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજયા હતા.

આ બનાવની જાણ ધ્રોલ પોલીસ મથકના સ્ટાફને થતા પીએસઆઈ ગઢવી અને કોન્સ્ટેબલ વિક્રમભાઈ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ઘાવયેલા ભીમાભાઈ જીવણભાઈ ખાંભલા અને કિરણભાઈ વાલજી સહિત બંને ૧૦૮ મારફતે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા જયાંથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ મૃતકોના પી.એમ. અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સર્જાયેલા ટ્રાફીક જામને પોલીસે કલીયર કરાવી પ્રાથમિક તપાસમાં મૃતક રાજેન્દ્રસિંહ ગોહિલ ખાતામાં ફરજ બજાવતા હતા. અને એકલાકાર લઈને જામનગર જઈ રહ્યા હતા ત્યારે કારનું ટાયર ફાટયું હોય અને કાર ડિવાઈડર ઠેકીને સામેથી આવતી કાર સાથે અથડાય હોવાની શંકા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.