સૌથી વધુ દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની સંભાવના: વાદળછાયું વાતાવરણ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્કયુલેશનસક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવનાં નથી. પરંતું એકાદ જીલ્લા જેમ કે, દાહોદ, પંચમહાલ, ખેડામાં આજે વરસાદ થઈ શકે છે.
જ્યારે કાલે દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. વાવાઝોડા સાથે વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક માટે દાહોદ, પંચમહાલ, ખેડામાં વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્કયુલેશન નોર્થ-ઈસ્ટ અરબ સાગરમાં સક્રિય થતા વરસાદનાં કારણે સાઉથ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ હાલ વરસાદનાં કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. તેમજ ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો ઘટી શકે છે. સાયક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદ પડી શકે છે. હાલ તો તાપમાન સામાન્ય રહેશે જો કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક માવઠાની અસર થઈ હતી. જેને કારણે અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની નહીંવત શક્યતાની આગાહી કરી છે. જ્યારે ચાર દિવસ તાપમાનનો પારો ગગડશે. જેનાથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે.
દાહોદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સિવાય શિયાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ દિવસનું મહત્તમ તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થાય છે. આગામી ચાર દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન જણાતા આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.
મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો
મહીસાગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લુણાવાડા તાલુકાના મલેકપુર ગોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.મલેકપુર અને ગોરાળા સહિતના ગામોમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે. જીરૂ, કપાસ સહિતના પાકને નુકસાની ભીતિ સેવાઇ રહી છે.
બે થી ત્રણ દિવસમાં ઠંડી જામશે
આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે જયારે રાજકોટનું લઘુતમ તાપમાન 15 ડિગ્રી તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 20 શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે.