કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરામાં રમઝટ બોલાવશે

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ – ૨૦૨૦ ની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઈ રહેલી હોય જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટનાં શહેરીજનો માટે ત્રણેય ઝોનમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ,  સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે ત્રણેય ઝોનમાં નીચે મુજબની વિગતે અલગ અલગ જગ્યાએ યોજાનાર લોક ડાયરામાં કીર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

કાલે રાત્રે ૦૯:૦૦ કલાકે, સ્વામી નારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજ પાછળ લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજયનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી વિભાવરીબેન દવેનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

૧૯મીએ રાત્રે ૦૯:૦૦ કલાકે, નાના મવા સર્કલ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં કીર્તીદાન ગઢવી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

૨૦મીએ રાત્રે ૦૯:૦૦ કલાકે, પાણીનાં ઘોડા પાસે, બાલક હનુમાન મંદિર, પેડક રોડ, ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજયનાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના મંત્રી જયેશભાઈ રાદડીયાનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં ગીતાબેન રબારી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા,  આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા તથા પદાધિકારીઓ દ્વારા રાજકોટનાં વ્હાલા શહેરીજનોને આ લોક ડાયરા કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.