આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમના આવતીકાલે અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમના, દેવભૂમિ દ્વારકા અને કચ્છ, ગુરૂવારે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના: દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે
દ.ગુજરાત પર દરિયાઈ સપાટીથી ૨.૧ થી ૩.૬ કિ.મી. ઉંચાઈ પર અપરએર સાયકલોનિક સરકયુલેશન સર્જાયું: સવારી વાદળછાંયુ વાતાવરણ
વરસાદ માટે ધોરી મનાતા એવા જુલાઈ માસના ૧૦ દિવસ વીતી જવા છતાં મેઘરાજાએ અમીદ્રષ્ટી ન કરતા સૌરાષ્ટ્રવાસીઓના જીવ ઉંચક થઈ ગયા છે. જગતાત પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. મેઘરાજાને મહેર કરવા માટે સૌરાષ્ટ્રવાસીઓ સતત વીનવી રહ્યાં છે ત્યારે આજી આગામી ૭૨ કલાક એટલે કે ૩ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મુશળધાર વરસે તેવી હૈયે ટાઢક આપતી આગામી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળોએ અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આજે સવારી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘરાજાએ સોમવાર બપોરી સૌરાષ્ટ્ર પર હેત વરસાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રાપાડામાં ૮ અને કોડીનારમાં અનરાધાર ૭ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં લોકોમાં આશાની કિરણ બંધાઈ છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર દ.ગુજરાત અને તેની સો જોડાયેલા વિસ્તારમાં દરિયાઈ સપાટીથી ૧.૨ કિ.મી.થી લઈ ૩.૬ કિ.મી.ની ઉંચાઈ સુધી અપરએર સાયકલોનીક સકર્યુલેશન સર્જાયું છે જેની તળે આગામી પાંચ દિવસ સુધી રાજયમાં ભારે અને અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે દ.ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલી, જયારે ઉત્તર ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, મહિસાગર અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમના અને દીવ જયારે આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીરસોમના, દેવભૂમિ દ્વારકા તા કચ્છ ગુરૂવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બાસરકાંઠા, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છમાં દ્વારકા, જામનગર અને મોરબી જયારે શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના પણ જણાઈ રહી છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ રહેવાની પણ તાકીદ કરી દેવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયી વરસાદે પેટર્ન બદલાઈ છે અને જુલાઈ માસમાં જ નોંધપાત્ર વરસાદ પડે છે. જુલાઈ માસના ૧૦ દિવસ વીતી જવા છતાં સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ ન પડતા લોકો ચિંતીત બન્યા છે. ત્યારે આજી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય લોકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.