ગુજરાત ગ્લોબલ સમિટમાં સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ-ટેબ્લો
અમેરિકાનાં ન્યુજર્સી ખાતે ફ્રેન્ડસ ઓફ ગુજરાત યુ.એસ.એ. દ્વારા તા.૩૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી ત્રિદિવસીય ગુજરાત ગ્લોબલ સમીટ યોજાયેલ છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા તે સ્થળે આબેહુબ સોમનાથનાં સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ-ટેબ્લો અને જાણે સોમનાથ મંદિર અમેરિકામાં હોય તેવી આબેહુબ રચના કરવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ લહેરીનાં માર્ગદર્શન હેઠળ એકઝીકયુટીવ મેનેજર દિલીપ ચાવડા અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આ અંગે વિશ્ર્વનાં અને ખાસ કરીને જગત મહાસતા અમેરિકાનાં લોકો જોજનો માઈલ દુર હોવા છતાં ત્રણેય દિવસ સોમનાથ મહાદેવનાં લાઈવ દર્શન અને મંદિરની બે આરતીનાં દર્શન-આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવશે. સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનાં જણાવ્યા મુજબ આ સમીટમાં એક વિશાળ સ્ટોલ રખાયો છે. જેમાં સોમનાથ અંગેની પૂજાવિધી, પોકેટ કેલેન્ડર, પ્રભાસતીર્થ દર્શન તેમજ સોમનાથ મહાત્મય દર્શાવતું સાહિત્ય પણ અમેરિકામાં મોકલવામાં આવેલ છે.
સોમનાથ ખાતે આ પ્રસંગ માટે ખાસ ઈલેકટ્રોનીક સેલ ઉભો કરી અમેરિકાનાં ગુજરાતીઓ જાણે સોમનાથમાં દર્શન કરતા હોય તેવા લાઈવ પ્રસારણ ત્યાં લીંક મારફત પહોંચાડી ભાવિકોને શિવમય બનવા સુવિધા ગોઠવાઈ છે અને સોમનાથ મહાદેવ મંદિર ખાતે આમ તો ત્રણ આરતી થાય છે પરંતુ ભારતની સવાર અને રાત્રી અમેરિકાથી અલગ હોય જેથી સોમનાથની બે આરતીનું પણ લાઈવ પ્રસારણ થશે.
તા.૩૦ ઓગસ્ટે સોમનાથ મહાદેવને અમરનાથ દર્શન અને અન્નકુટ દર્શન છે પછીનાં બે દિવસ પણ દિવ્ય શણગાર મહાદેવને નિત્યક્રમ મુજબ કરાશે. વિજયસિંહે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮માં મોબાઈલ, ઈન્ટરનેટ, વેબલાઈવ, સોશિયલ મિડીયાનાં માધ્યમથી તે શ્રાવણ માસનાં ૩૦ દિવસમાં ભગવાનનો શણગાર, આરતી, પૂજા વિશ્ર્વનાં ખૂણે-ખૂણે પહોંચી હતી. જેમાં ફેસબુક કરોડો ટવીટર ૧૩ લાખ ૪૦ હજાર, ૬ લાખ ઈન્સ્ટાગ્રામ સહિત વિશ્ર્વનાં ૪૦ દેશોનાં ભાવિકોએ લાઈવ દર્શન કર્યા હતા જેમાં તે વરસે પાકિસ્તાનમાં પણ ૩૦૦૦થી વધારે શિવભકતોએ ટેકનોલોજી દર્શન લાભ ધન્યતા પ્રાપ્ત કરી હતી.