કોરોનાના વિપતકાળમાં લોકોને સાચું માર્ગદર્શન પૂરૂ પાડી ઉત્સાહિત કરવાના પ્રયાસના ભાગરૂપે બીએપીએસ દ્વારા આજથી ત્રણ દિવસ જાણીતા વક્તા પૂ. અપૂર્વમુનિ સ્વામીનો સંકટ સમયની સંજીવની કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થવાનું હોય લોકો ઘરે બેઠા આ કાર્યક્રમ માણી શકશે. કોરોના વાયરસના વિપતકાળના લોકોને સ્વસ્થ અને ભયમુક્ત જીવન જીવવાની ઈચ્છા છે.
આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ પામવાની અપેક્ષા છે. માનસિક સ્થિરતા અને પ્રસન્નતા મેળવવાની આશા છે. જેને ધ્યાનમાં રાખીને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા આફતને અવસરમાં બદલવાની અનોખી કળા શીખવતી દ્રશ્ય- શ્રાવ્ય પ્રસ્તુતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૨૯, ૩૦ અને ૩૧મેના રાત્રે ૯થી ૧૦:૧૦ દરમિયાન યોજાશે. જેમાં અતિપ્રિય વક્તા સંત પૂ. અપૂર્વમુનિ સ્વામી રસદાર અને ચોટદાર શૈલીમાં વક્તવ્ય આપશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ http://gg.gg/sankat_samayni_sanjivni ઉપર કરવામાં આવશે. લોકોને ઘરેબેઠા આ કાર્યક્રમ માણવા જેવો છે.
ઉલ્લેખનીય છે કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના કાળમાં સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યા હતા હવે જયારે કોરોનાના વળતા પાણી શરૂ થયા છે ત્યારે ફરી સ્વામિનારાયણ મંદિર દ્વારા લોકોને માનસિક રીતે સધિયારો પુરો પાડવા તેમજ લોકોનો ઉત્સાહ વધારવા અનેક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમ લોકો ઘરે બેઠા માણી શકશે.