ટીટીએફ (ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર) અમદાવાદનું તેની 2019ની એડીશન માટે આગમન થયું છે. ત્રણ દિવસ ચાલનાર આ શો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી એક્ઝીબિશન હૉલ ખાતે શરૂ થઈ ગયો છે. વિવિધ શહેરોમાં યોજાતો ટીટીએફ સૌથી મોટો ટ્રેડ શો છે.
દિવાળીની રજાઓની સિઝન માટે બિઝનેસનો પ્રારંભ કરશે. ભારતના 27 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો તથા 23 દેશ ટીટીએફ અમદાવાદમાં સામેલ થયા છે અને સમગ્ર ગુજરાત તથા પશ્ચિમ ભારતના ટ્રાવેલ ટ્રેડ માટે બિઝનેસની તકો ખૂલી છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું ઉદ્ઘાટન ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આઇ.એ.એસ. જેનુ દેવન હસ્તે કરવામાં આવ્યું હતું.
ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં અબતકસાથેની વાતચીત દરમિયાન ઈઝી ટુ ટ્રાવેલના અંશુલ ગુપ્તાએ જણાવ્યુ કે બાલી ખાતે ઘણી ખરી જગ્યા અનેક્સપલોર છે : અંશુલ ગુપ્તા
TTF ટુરિઝમ ફેર ખાતે અનેક વિધ દેશો તેમના ઉનએક્સપલોર જગ્યા માટે આવતા મુલાકાતીઓ ને માહિતી આપતા હોય છૅ ત્યારે સમગ્ર વિશ્વ બાલીથી પરિચિત છે ત્યારે EASY TO TRAVEL કમ્પની ના અંશુલ ગુપ્તા એ અબટક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વિશ્વ આખું બાલીથી પરિચિત છે પરંતુ બાલી ખાતે એવી અનેક જગ્યાઓ છે જે લોકો ના ધ્યાન પર નથી આવી લોકો જ્યારે બાલી આવતા હોય છે ત્યારે તેઓ નિર્ધારિત જગ્યા ઓ પર ફરવા નું વધુ પસન્દ કરે છે સાથોસાથ બાલી ખાતે એરપોર્ટ દૂર હોવા ના કારણે તેનો પશ્ચિમ ભાગ અનેક્સપલોર રહ્યો છે ત્યારે TTF માં આવાનું મુખ્ય કારણ એ જ છે કે બાલી ખાતે જે જગ્યા કે ફરવા લાયક સ્થળથી લોકો વાકેફ ન હોઈ તો તેઓ ને પૂર્ણતઃ માહિતી આપવા માં આવે અંતમાં તેઓએ અબતક મીડિયાની કામગીરીને બિરદાવી હતી .
શન્ની નિમહાન – એમ.ડી. – શન્નીઝ વર્લ્ડ પુને પ્રા.લી.
અમદાવાદ ખાતે આયોજિત થયેલ TTF ટુરિઝમ ફેરમાં પુનાની શન્નીઝ વર્લ્ડ પ્રોપર્ટી આકર્ષકનું કેંદ બ્નઈ ગયું છે. જેમાં અનેક વિવિધ પ્રવૃતિઑ પુરાવામાં આવી રહી છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે શન્નીઝ વર્લ્ડ પ્રોપર્ટી સૌથી વિશ્વ વિખ્યાત છે. જેમાંઅનેક વિવિધ પ્રવૃતિઑ કરવામાં આવી રહી છે. જેનું ભારતનું સૌથી મોટું એડવેન્ચર રિસોર્ટ સૌથી લાંબી લાઈન તથા જાઈન્ટ સ્પિનરનું આયોજન કરવામાં આવ્યું છે.અબતક સાથેની વાતચીત કરતાં સનીજ વર્લ્ડ પ્રોપર્ટીના શન્ની નિમહાનએ વાતચીત કરતાં જણાવ્યુ હતું કે તેઓની ઈચ્છા છે કે સૌરાષ્ટ્રની જાણતા તેમનો
વધુને વધુ લાભ લે અને તેમના પરિવારિક પ્રસંગો શન્નીઝ વર્લ્ડ પ્રોપર્ટી ખાતે મનાવેઅંતમાં તેમણે જણાવ્યુ યહતું કે TTFમાં તેઓની પ્રોપર્ટીને ખૂબ જ સારો પ્રતિસાર મળી રહ્યો છે.
ભારત માં પણ હવે ક્રુઝ નો આનંદ મેળવી શકાશે : નીરજ શર્મા
કેરોટ ક્રુઝ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેકટર નીરજ શર્મા એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે TTF એક્સ્પો હરવખત ની જેમ આ વખતે પણ અનેકવિધ નજરનાઓ સાથે આવ્યું છે ત્યારે ભારતીય લોકો માટે સારા સમાચાર એ છે કે દર વખતે લોકો ક્રુઝ ને માણવા માટે વિદેશ જતા હોય છે પરંતુ હવે ભારત માં જ ક્રુઝ નો લાભ લોકો લઇ શકશે ક્રુઝ કેરોટ નામની શિપ બોમ્બે ટુ ગોઆ , બોમ્બે ટુ દીવ તથા બોમ્બે થી આંતરરાષ્ટ્રીય દરિયાયી મારફતે લોકો ને પ્રવાસ પાર લઇ જશે ક્રુઝ માં જનાર લોકો ને સૌથી વધુ રૂપિયા ખર્ચવા પડતા હોઇ તેવું લોકો નું માનવું હોઈ છે પરંતુ ક્રુઝ કેરોટ નજીવા ખર્ચ થી લોકો ને પ્રવાસ પર લઈ જશે સોળ હજાર રૂપિયા ના બેઝિક પેકેજ થઈ લોકો ક્રુઝ નો લાભ મેળવી શકશે જેમાં નવ રેસ્ટોરન્ટ,એન્ટરટેઇન્મેન્ટ ,કેસીનો જેવી પ્રવૃત્તિ કરવામાં આવશે આ ક્રુઝ પર સાત્વિક ભોજન લેનાર યાત્રિકો ને પયોરવેજ પણ જમાડવામાં આવશે અંત માં તેઓ એ જણાવ્યું હતું કે ટુરિઝમ ફેર માં આવવા થી લોકો નો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે
અમદાવાદ ખાતે નું TTF એક્સ્પો ટુર ઓપરેટરો માટે આશીર્વાદ રૂપ : વિશાલ લાઠીયા
રાજકોટ ખાતે આવેલી જિયા હોલીડેસ ના સંસ્થાપક વિસાલભાઈ લાઠીયા એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે આયોજિત TTF એક્સસ્પો ટુર ઓપરેટરો માટે આશીર્વાદ રૂપ બની રહેશે ત્યારે દર વખતે ની જેમ આવખતે પણ જે આયોજન થયું છે તે વિશેષ છે વધુમાં વિશાલભાઈ એ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષ થી આ એક્સ્પો માં ભાગ લઈ રહ્યા છે અને પ્રવાસન માટે જતા યાત્રિકો ને નવા ડેસ્ટિનેશન વિશે માહિતગાર પણ કરવા માં આવી રહ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે TTF ખાતે તેઓ કોઈ નવીન એવી જગ્યા હોઈ તો તે તેને ટુર પેકેજ માં સમાવે છે હાલ તેઓ એ જણાવ્યું હતું કે અત્યાર ના દિવાળી રજા ઓ નજીક આવતા પ્રવાસીઓ કરેલા,બાલી,દુબઇ,સિંગાપોર જેવા સ્થળો પર જવાનું સૌથી વધુ પસન્દ કરે છે અંત માં તેઓ એ અબતક ના માધ્યમ થી લોકો ને સનદેશો આપતા જણાવ્યું હતું કે લોકો એ TTF એક્સ્પો માં મુલાકાત લેવી જોઈ એ અને નવા નવા ડેસ્ટિનેશનો વિશે માહિતી મેળવી ત્યાં ફરવા પણ જવું જોઈએ.