દર્દીઓને તકલીફ ન પડે તે માટે રાજકોટથી તાલીમી તબીબોને ફરજ સોંપાઈ
મોરબી સહિત રાજ્યભરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો આજથી ત્રણ દિવસ ની હડતાલ પર જઈ રહયા છે,જો કે દર્દીઓને તકલીફ ન પડે તે માટે તાલીમી તબીબોને વિશેષ ફરજ સોંપવામાં આવી છે.
જાણવા મળતી વુગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલના તબીબો આજથી તબીબોની રાજ્યવ્યાપી ત્રણ દિવસની માસ સીએલ હડતાળમાં જોડાઈ કામગીરીથી અળગા રહશે
વધુમાં મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.સરડવાના જણાવ્યા મુજબ આ હડતાળમાં મોરબી સીવિલ હોસ્પિટલના દશ તબીબો જોડાનાર છે અને તેઓ પણ આ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાનાર હોવાનું તેમને ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યના તબીબો દ્વારા છેલ્લા ઘણાં સમયથી જુદી જુદી પડતર માંગણીઓ અંગે રજુઆત કરવામાં આવી રહી છે અને આ અગાઉ પણ માસ સીએલના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા છતાં સરકાર દ્વારા ડોકટરોની માંગણી પ્રત્યે ધ્યાન આપવામાં ન આવતા આ ત્રણ દિવાની માસ સીએલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જો કે હડતાળને કારણે દર્દીઓને તકલીફ ન પડે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલથી તાલીમી તબીબોને મોરબી વિશેષ ફરજ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.