ભગવાન પરશુરામ, શિવ, માઁ ગાયત્રીની મૂર્તિ પ્રતિષ્ઠા થશે
લીંબડીમાં નેશનલ હાઈવે-૮ પર મોડેલ સ્કુલ સામે આવેલા ભગવાન પરશુરામધામ અને આદિગૂરૂ શંકરાચાર્યનગર ખાતે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ભગવાન પરશુરામ, શિવ તથા વેદમાતા ગાયત્રીની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે.
પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના પ્રથમ દિવસે તા.૨૪ને સોમવાર સવારે ૮ કલાકે ગણેશ સ્થાપના સ્થાપિત દેવોનું પૂજન, ૯.૩૦ કલાકે જલયાત્રા, ૧૦.૩૦ થી ૧૨.૩૦ સંતો મહંતોનું સન્માન, ૧૨.૩૫ થી ૨.૩૦ ભોજન પ્રસાદી, બપોરે ૩.૩૦ થી ૫.૩૦ બ્રાહ્મણો, સાહિત્યકારો, કલાકારોનું સન્માન, રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
તા.૨૫ને મંગળવારે સવારે ૮ થી ૧૨.૩૦ દરમિયાન દેવતાનું પૂજન, હોમ, મંદિરનું વાસ્તુપૂજન થશે. ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન બ્રહ્મસમાજના આગેવાનો, પદાધિકારીઓ, સરકારી અધિકારીઓનું સન્માન બપોરે ૩.૩૦ થી ૫.૩૦ દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો, હરિભકતો, કલાકારોનું સન્માન તથા રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
તા.૨૬ને બુધવારે ૭.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન સ્થાપિત દેવતાનું પૂજન, મૂર્તિઓની ન્યાસવિધિ, હોમ, શિખરધ્વજા પૂજન સાથે મૂર્તિઓની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. બપોરે ૨.૩૦ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે.