૧૩-૧૪-૧૫ જૂન દરમિયાન ગુજરાત સરકાર દ્વારા યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ કાર્યક્રમોમાં ભાજપાના તમામ કાર્યકરો સક્રિય રૂપે ભાગ લેશે : ભરત પંડ્યા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. જેમાં સૌપ્રથમ સુરતની દુર્ઘટના ના મૃતકોને શ્રધ્ધાંજલી આપી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં આગામી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તથા વિવિધ નગરપાલિકાઓની ૧૫ જેટલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આગામી કાર્યક્રમ વિષે માહિતી આપતા પંડયાએ જણાવ્યું હતું કે આગામી ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ૫, ૬, અને ૭ જુન દરમિયાન વૃક્ષારોપણ ના વિવિધ કાર્યક્રમો થવાના છે તેમાં તેમજ આગામી ૧૩,૧૪,૧૫ જૂન દરમિયાન ગુજરાત સરકાર દ્વારા યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ કાર્યક્રમોમાં પણ ભાજપાના તમામ કાર્યકરો ભાગ લઈ આવા ઉમદા કાર્યોમાં સહભાગી બને તે માટેની પણ રૂપરેખા બનાવવામાં આવી હતી.
આગામી ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી યુનો દ્વારા ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. દર વર્ષે આ દિવસે દેશ અને દુનિયામાં દરેક જગ્યાએ યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતભરમાં પણ વિવિધ કાર્યક્રમો સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાવાના હોય ભાજપાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમોમાં જોડાઈને સહભાગી બને તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આગામી ૨૩ જૂને ભારતીય જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ છે. ડો. શ્યામાપ્રસાદ મુખરજી એ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે અને કાશ્મીરનો અલગ દરજ્જો રદ થાય તે માટે “એક દેશ મે વિધાન તો પ્રધાન નહિ ચલેંગે ના નારા સાથે આંદોલન છેડ્યું હતું તે આંદોલન દરમિયાન ૨૩મી જૂને તેમની હત્યા કરવામાં આવી હતી આ દિવસે સમગ્ર ગુજરાતમાં ભાજપા દ્વારા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા વિવિધ કાર્યક્રમો યોજાય તે અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી ૨૫ જુન નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ઓળખાય છે. ૨૫ જૂન ૧૯૭૫ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીએ દેશ પર કટોકટી લાદી લોકતંત્રની હત્યા કરી હતી. લાખો યુવાનોને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને હજારો લોકોની હત્યા કરવામાં આવી હતી તેમજ પ્રેસ મીડિયા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આજની પેઢીને આ ઘટનાથી માહિતગાર કરવા ભાજપા દ્વારા આગામી ૨૫મી જૂને અનેકવિધ કાર્યક્રમો યોજાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કોંગ્રેસની માનસિકતા હંમેશા ખંડનાત્મક અને નકારાત્મક રહી છે. સમગ્ર દેશ અને ગુજરાતના જનમાનસમાંથી ભૂંસાય ગયેલી કોંગ્રેસ અને તેના નેતાઓથી હવે તેના કાર્યકરો પણ ત્રસ્ત થઈ વિશ્વાસ ગુમાવી બેઠા છે.કોંગ્રેસના કાર્યકરોને પણ હવે તેની નેતાગીરી પર ભરોસો રહ્યો નથી ત્યારે કોંગ્રેસે બીજા પર ખોટા આક્ષેપો કરવાને બદલે પોતાની આ દુર્દશા વિશે ચિંતન કરવું જોઈએ.