અબતક, રાજકોટ
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સહકારથી યોજેલા આ પ્રદર્શનમાં લેન્ડસ્કેપ સાથે જૂનાગઢની સ્થાપત્ય કલાના 50 થી વધુ વોટરકલર માધ્યમના ચિત્રો જોવા મળશે. મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ સ્થાય થયેલા કલાકાર મનોજ ગોહિલના ચિત્રોનો વનમેન શો શહેરની ડો. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ, રાજકોટ ખાતે તા. 04-03 થી શુભારંભ થઇ રહ્યો છે. ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શન કલા રસિકો માટે સવારે 10 થી રાત્રીના 8 સુધી વિનામૂલ્ય પ્રવેશ સાથે ખુલ્લું રહેશે.
કલાકાર મનોજ ગોહિલે કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઈન આર્ટ – વલ્લભ વિદ્યાનગરમાં ડિપ્લોમા ડ્રોઇંગ એન્ડ પેઇન્ટિંગનો અભ્યાસ કરેલ છે. જૂનાગઢની સ્થાપત્ય કલાના તેમજ જુના મકાનો, નેચરલ વગેરે શ્રેષ્ઠ ચિત્રો તેમના આ પ્રદર્શનમાં જોવા મળશે.