દેશની રાષ્ટ્રીય સંશોધન સંશોધનના વૈજ્ઞાનિકો સાથે વિજ્ઞાનના છાત્રો કરશે જ્ઞાનનું આદાન-પ્રદાન
વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે નોલેજ સ્ટડી સર્કલ શરૂ થશે
સ્નાતક, અનુસ્નાતક છાત્રો માટે યોજાશે કવીઝ, સાયન્સટૂન ડ્રોઈંગ સ્પર્ધા: વૈજ્ઞાનિક રંગોળી, ભૌતિક સો આનંદ સહિતના વિવિધ જ્ઞાનલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન
બે કરોડના અનુદાની બનેલી સંશોધન લેબનું થશે ઉદ્ઘાટન
ભૌતિક શાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બેનર હેઠળ તા.૧૬ માર્ચ ૨૦૨૦નાં રોજ ‘ટુલ્સ ફોર મટીરીયલ્સ કેરેકટરાઈઝેશન’ વિષયક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશની ટોચની સંશોધન સંસના વૈજ્ઞાનિકો ડો.વી.સીલુગુરી (ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર, મુંબઈ), ડો.એન.રામસુબ્રમણીયમ (ઈન્સ્ટીટયુટ ઓફ પ્લાઝમાં રિસર્ચ-ગાંધીનગર), ડો.વૈશાળી જોષી (ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી-અમદાવાદ), ડો.વૈભવ કુરુક્ષેત્રા (સી.એસ.એમ.સી.આર.આઈ.-ભાવનગર), ડો.રામ ચૌધરી (યુજીસી ડીએઈ સી.એસ.આર-મધ્યપ્રદેશ), ડો.પવન કુલરીયા (આઈ.યુ.એસ.સી.-ન્યુદિલ્હી) વગેરે દેશભરનાં ભાગ લેનાર ૨૦૦ જેટલા યુવા સંશોધકો અને શિક્ષકોને મટીરીયલ્સ પૃથ્કરણની લેટેસ્ટ ટેકનોલોજીનું જ્ઞાન પીરસવા ઉપસ્થિત રહેવાના છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાષ્ટ્રીય પરિસંવાદના પરિપેક્ષમાં તા.૧૫,૧૬,૧૭ માર્ચ ત્રિદિવસીય વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમો મારફત યુ.જી., પી.જી. અને સંશોધકોને જ્ઞાનનાં આદાન-પ્રદાન માટે વિશિષ્ટ આયોજનોની તૈયારી ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભૌતિક શા વિષયના સંશોધકો જુદી-જુદી સ્પર્ધાઓ, તજજ્ઞ, વ્યાખ્યાનો, પ્રાયોગિક નિર્દેશનો, ક્વીઝ વગેરે વિવિધ આયામો મારફત જ્ઞાનની આપ-લે કરી શકે તા ભવિષ્યની ટેકનોલોજી અને સંશોધન યુવા વૈજ્ઞાનિકો પોતાનું પ્રદાન આપી શકે તે પ્રકારે આયોજન કરાયું છે.
રાષ્ટ્રીય પરિસંવાદમાં તા.૧૪ માર્ચના રોજ યુ.જી.,પી.જી.ના વિદ્યાર્થીઓની ૧૬ ટીમ વચ્ચે કવીઝ કોમ્પીટીશન, ૪૦ જેટલી સાયન્ટીફીક થીમ સોની રંગોળી સ્પર્ધા, ‘સાયન્સટૂન’ (સાયન્ટીફીક કાર્ટૂન) થીમ સો ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં બી.એસ.સી. તા એમ.એસ.સી. કરતા છાત્રો ભાગ લેનાર છે.
તા.૧૬ માર્ચના રોજ મટીરીયલ્સ સંશોધનોમાં પર્દાના પૃથ્કરણ માટેની વિવિધ ટેકનીકો અંગે દેશના સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિકો મારફત જ્ઞાન પીરસવામાં આવશે તેની સો ભવિષ્યમાં છ રાષ્ટ્રો મારફત આકાર લઈ રહેલી કૃત્રિમ સૂર્યોની તકનીક ‘ઈટર’ પ્રકલ્પ તા કોસ્મોલોજી ક્ષેત્રે ટેલીસ્કોપના માધ્યમી તાં અવનવા અંગે ‘પોપ્યુલર ટોક’ના માધ્યમીભાગ લેનાર સંશોધકોને માહિતગાર કરાશે.
પરિસંવાદની સો યુ.જી., પી.જી. સંશોધકો તેના વિચારો અને સંશોધનને રજૂ કરી શકે અને દેશભરમાંથી આવનાર વૈજ્ઞાનિકો સો જ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકે તે માટે પોસ્ટર પ્રેઝન્સ્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
પરિસંવાદની સો સો ભૌતિક શા ભવનને ભારત સરકારનાં વિજ્ઞાન અને તકનીકી વિભાગ મારફત મળેલ બે કરોડ રૂપિયાના અનુદાનમાંથી બનાવેલ ‘ડી.એસ.ટી.ફિસ્ટ લેબોરેટરી’નું ઉદ્ઘાટન અને વિજ્ઞાનનાં છાત્રો દર બે-ત્રણ મહિને એકવાર ક્વીઝ, પોપ્યુલર લેકચર, જ્ઞાનનાં આદાન-પ્રદાન, સ્કીલ ડેવલોપમેન્ટ વગેરે પ્રવૃતિઓ માટે સતત સંપર્કમાં રહે તે માટેનું સ્ટડી સર્કલ “નોલેજ સર્કલ પ્રકલ્પ શરૂ કરવામાં આવનાર છે.
તા.૧૭ માર્ચ ૨૦૨૦ના રોજ ઈન્ટર યુનિવર્સિટી એકસલેટર સેન્ટર-ન્યુદિલ્હીી આવનાર વૈજ્ઞાનિક ડો.પવન કુલરીયા મારફત ભૌતિક વિજ્ઞાનમાં છાત્રોને આઈ.યુ.એસ.સી. ન્યુદિલ્હી ખાતે યોજાતી જુદી-જુદી વિજ્ઞાનની તાલીમ શાળાઓ અને કાર્ય શાળાઓમાં ભાગ લેવા અંગે માહિતગાર કરાશે. સાથે સાથે કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની ટીમ મારફત વિજ્ઞાનનાં વિવિધ પ્રયોગો મારફત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે માટેનો “ફન વી સાયન્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિદિવસીય વૈજ્ઞાનિક કાર્યક્રમોને સફળ બનાવવા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નીતિનભાઈ પેાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી, વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો.મેહુલભાઈ રૂપાણી, કુલસચિવ ડો.આર.જી.પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના ચેરમેન પ્રો.મિહીરભાઈ જોષી, પ્રો.હિરેનભાઈ જોષી, ક્ધવીનરસ પ્રો.નિકેશભાઈ શાહ, ડો.પિયુષભાઈ સોલંકી, જુદાં-જુદા પ્રકલ્પોનાં કો-ઓર્ડીનેટ્રસ ડો.ધીરેનભાઈ પંડ્યા, ડો.એચ.ઓ.જેઠવા, ડો.એ.ડી.જોષી, લોકલ ઓર્ગેનાઈઝીંગ ટીમનાં સંશોધકો ડો.હેતલ બોરીચા, વિપુલ શ્રીમાળી, ભાર્ગવ રાજ્યગુરુ વગેરે તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.